રાહુલની ભારત જોડો યાત્રામાં સાવરકરનું પોસ્ટર!:કોંગ્રેસીઓને જાણ થઈ એટલે તાત્કાલિક ગાંધીજીનો ફોટો લગાવી પોસ્ટર ઢાંકી દીધું

કોચ્ચિ12 દિવસ પહેલા

કન્યાકુમારીથી કાશ્મીર સુધી આયોજિત કરવામાં આવેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુરુવારે કેરળના કોચ્ચિ પહોંચશે. યાત્રાના સ્વાગત માટે અહીં સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓનાં પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં. જેમાં સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરનું પોસ્ટર પણ લગાડવામાં આવ્યું હતું. કોંગ્રેસીઓને જેવી જ આ વાતની જાણ થઈ કે તેઓએ ઉતાવળમાં સાવરકરના ફોટા પર ગાંધીજીનો ફોટો લગાવી દીધો.

સાવરકરનો ફોટો તેના નામ સાથે લગાડવામાં આવ્યો હતો. આ ફોટાની ડાબી બાજુ ગોવિંદ વલ્લભ પંત અને જમણી બાજુ ચંદ્રશેખર આઝાદનો ફોટો હતો.
સાવરકરનો ફોટો તેના નામ સાથે લગાડવામાં આવ્યો હતો. આ ફોટાની ડાબી બાજુ ગોવિંદ વલ્લભ પંત અને જમણી બાજુ ચંદ્રશેખર આઝાદનો ફોટો હતો.

7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા ગુરુવારે કોચ્ચિ પહોંચશે. અહીં રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. યાત્રાના સ્વાગત માટે અહીં લાંબાં-લાંબાં બેનર લગાડવામાં આવ્યાં છે, જેમાં સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓનો ફોટો છે. એક બેનરમાં ગોવિંદ વલ્લભ પંત અને ચંદ્રશેખર આઝાદના ફોટાની વચ્ચે વિનાયક દામોદર સાવરકરનો પણ ફોટો લાગેલો હતો.

આ વાતની જાણકારી જેવી કોંગ્રેસીઓને થઈ, તેઓએ તાત્કાલિક ગાંધીજીનું એક પોસ્ટર મંગાવ્યું અને સાવરકરના ફોટાની ઉપર લગાવી દીધું. સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટના વાઈરલ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ કોમેન્ટ આવી નથી.

કોંગ્રેસીઓને જેવી આ વાતની જાણ થઈ કે તો તેમણે સાવરકરના ફોટા ઉપર જ ગાંધીજીનો ફોટો લગાવી દીધો.
કોંગ્રેસીઓને જેવી આ વાતની જાણ થઈ કે તો તેમણે સાવરકરના ફોટા ઉપર જ ગાંધીજીનો ફોટો લગાવી દીધો.

રાહુલે કહ્યું હતું- મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે, માફી નહીં માગું
ત્રણ વર્ષ પહેલાં દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ 'ભારત બચાવો' રેલી કરી હતી. આ રેલીમાં રાહુલ ગાંધી ઘણા જ ઉગ્ર જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ દેશ પાછળ નથી હટતો. મને કહે છે કે સાચી વાત બોલવા માટે હું માફી માગું. ભાઈઓ-બહેનો મારું નામ રાહુલ સાવરકર નહીં, રાહુલ ગાંધી છે. હું સત્ય માટે ક્યારેય માફી નહીં માગું અને ન કોઈ કોંગ્રેસવાળો માફી માગશે.

3570 KMની ભારત જોડો યાત્રા
તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ ભારત જોડો યાત્રા હાલ કેરળમાં છે. અહીંથી યાત્રા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબ થઈને કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીર સુધી જશે. રાહુલની આ યાત્રા લગભગ 3570 કિમી છે. આ યાત્રાથી કોંગ્રેસ 372 લોકસભા સીટ પર ફોકસ કરી રહી છે.

દાંડી માર્ચનો કોન્સેપ્ટ, દરેક જિલ્લામાં ટીમ બની
યાત્રાનો કોન્સેપ્ટ મહાત્મા ગાંધીના 'દાંડી માર્ચ'થી લેવામાં આ્યો છે. જેને ગ્રાઉન્ડ લેવલે અમલ કરવાની જવાબદારી દિગ્વિજયસિંહને આપવામાં આવી છે. તેઓ 2017માં 3300 કિલોમીટરની 'નર્મદા પરિક્રમા' કરી ચૂક્યા છે. દિગ્વિજયની અધ્યક્ષતામાં ભારત જોડો પ્લાનિંગ કમિટી બની. દરેક રાજ્યમાં કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા. જે બાદ દરેક જિલ્લામાં એક ટીમ તૈયાર થઈ. દિલ્હીમાં પણ 20થી વધુ લોકો પ્લાનિંગ સાથે જોડાયેલા રહ્યા. જેમાં મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ ઉપરાંત કોંગ્રેસ સાથે જોડાયેલાં સંગઠનોના લોકો પણ હતા.

ગુરુવારે રાહુલને મળવા ગહેલોત કોચ્ચિ આવશે
ગહેલોત ગુરુવારે દિલ્હીથી કોચ્ચિ જશે. જ્યાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મામલે ચર્ચા કરશે. તેમણે કહ્યું- 'હું એક વખત વધુ પ્રયાસ કરી રહ્યો છું કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે માની જાય. હું મુખ્યમંત્રી પદે રહીશ કે નહીં તે અંગે વાત નથી કરી રહ્યો, તે તો સમય જ જણાવશે. હું ત્યાં રહેવાનું પસંદ કરીશ જ્યાં મારા રહેવાથી પાર્ટીને ફાયદો મળી રહ્યો છે. '

અન્ય સમાચારો પણ છે...