તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકીય ઉથલ પાથલ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુધવારે પુડ્ડુચેરી પહોંચ્યા. રાહુલે બુધવારે માચ્છીમારોની એક સભાને પણ સંબોધિત કરી હતી. તે સમયે તેમણે માચ્છીમારોની સમસ્યાઓના સમાધાન માટે અલગ મંત્રાલયની રચના કરવાની માંગ કરી,જેને લઈ હવે કેન્દ્રીય મંત્રીઓના નિશાન પર તેઓ આવી ગયા છે.
રાહુલ ગાંધીના નિવેદન અંગે પ્રહાર કરતા કેન્દ્રીય મત્સ્ય પાલન મંત્રી ગિરિરાજ સિંહે ટ્વિટ કરી કહ્યું કે રાહુલ જી!તમને એટલી તો જાણ હોવી જોઈએ કે 31 મે,2019થી મોદીજીએ નવા મંત્રાલયની રચના કરી છે અને રૂપિયા 20050 કરોડની મહાયોજનાની શરૂઆત કરી છે,જે સ્વતંત્રતાથી લઈ વર્ષ 2014 સુધી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રૂપિયા 3682 કરોડના ખર્ચથી અનેક ગણી છે.
ગિરિરાજે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે રાહુલ જી! મારી આપને વિનંતી છે કે તમે નવા મત્સ્ય પાલન મંત્રાલયમાં આવો અથવા મને જ્યાં પણ તમે બોલાવશો ત્યાં હું આવી જઈશ. હું તમને નવા ફિશરી મંત્રાલય દ્વારા સમગ્ર દેશ અને પુડ્ડુચેરીમાં ચલાવવામાં આવતી યોજનાઓ અંગે જાણકારી આપીશ.
એટલું જ નહીં ગિરિરાજ સિંહે ઈટાલિયનમાં પણ એક ટ્વિટ કરી રાહુલ ગાંધીની ટીકા કરી. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધી પર સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કર્યાં. તેનો અર્થ એવો છે કે ઈટાલીમાં મત્સ્ય પાલન માટે અલગથી મંત્રાલય નથી. તે કૃષિ મંત્રાલય અને વન નીતિઓને આધિન આવે છે.
રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે પણ એક ટ્વિટ કરી રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં છે. ગિરિરાજ સિંહ અને મત્સ્ય પાલન મંત્રાલયને ટેગ કરતાં અનુરાગ ઠાકુરે લખ્યું છે, રાહુલ ગાંધીજી આ મંત્રલય અને મંત્રી છે. અને તે ફરી એક વખત અસત્યની રાજનીતિના ચક્કરમાં, કોંગ્રેસ પાર્ટીની કિરકિરી થઈ રહી છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતુ?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી 3 બિલ પાસ કર્યાં છે. ખેડૂત દેશનું કરોડરજ્જુ છે. તમે વિચારતા હશો કે હું માચ્છીમારો વચ્ચે ખેડૂતો વિશે શાં માટે વાતચીત કરી રહ્યો છું. હું તમને સમુદ્રના ખેડૂત માનું છું. જો દિલ્હીમાં જમીનવાળા ખેડૂતો માટે મંત્રાલય હોય તો સમુદ્રવાળા ખેડૂતો માટે શાં માટે નહીં. માચ્છીમારો માટે અલગ મિનિસ્ટ્રીની વાત રાહુલે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી અગાઉ પણ ઉઠાવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવશે તો માચ્છીમારો માટે અલગથી મંત્રાલય બનાવશે. તેમણે કેરળના ત્રિશુરમાં યોજાયેલી નેશનલ ફિશરમેન પાર્લામેન્ટમાં આ વાત કહી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.