તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મૌની અમાસના પર્વ પર પુત્રી મિરાયા સાથે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તેમણે સંગમ પર ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. પ્રિયંકા ગંગામાં બોટ ચલાવતા પણ જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે મીડિયાના કોઈપણ સવાલના જવાબ આપ્યા ન હતા.
પ્રિયંકા સૌથી પહેલા નહેરૂ-ગાંધી પરિવારના પિતૃક આવાસ આનંદ ભવનમાં ગયા હતા. અહીં તેમણે તેમના પરદાદા અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સ્મૃતિ સ્થળ પર શ્રધ્ધાંજલિ આપી હતી. આ તે જ જગ્યા છે જ્યાં સંગમમાં વિસરજન પહેલા નહેરૂજીના અસ્થિ રાખવામા આવ્યા હતા. પ્રિયંકાએ આનંદ ભવન ખાતેના અનાથાશ્રમમાં બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો. આ દરમિયાન એક બાળકીને પોતાના ખોળામાં બેસાડેલા જોવા મળ્યા હતા.
તંત્રએ VIP ટ્રીટમેન્ટ નહીં આપવાની વાત કરી હતી
પ્રિયંકાની મુલાકાત વખતે પ્રયાગરાજના IG કેપી સિંહે કહ્યું હતું કે અમે મૌની અમાસ પર કોઈને પણ VIP ટ્રીટમેન્ટ નહીં આપીએ. કોઈ પ્રોટોકોલ નથી, તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ આવી શકે છે અને ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકે છે.
શંકરાચાર્યએ પુસ્તક ભેટ આપ્યું
સંગમમાં સ્નાન કર્યા બાદ પ્રિયંકા ગાંધી મનકામેશ્વર મંદિર પહોંચ્યા હતા. અહીં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને મળ્યા હતા. દરમિયાન શંકરાચાર્યએ તેમને પ્રસાદ, શાલ અને જ્યોર્તિમઠનું પુસ્તક ભેટ આપ્યું હતું.
સહારનપુરમાં પણ પ્રિયંકાના અંદાજની ચર્ચા થઈ હતી
9 ફેબ્રુઆરી બુધવારે પ્રિયંકા સહારનપુર ગઈ હતી. આ સમય દરમિયાન તેમણે કાલા કુર્તા, ભગવો અને કપાળ પર તિલક સાથે પંચાયતને સંબોધન કર્યું હતું. સહારનપુરમાં પ્રિયંકાએ શાકંભરી દેવી મંદિરમાં પૂજા કરી, પછી એક દરગાહ પર ગયા. આપવા ગુરુવારે સંગમમાં તેમનું સ્નાન સોફ્ટ હિન્દુત્વ એજન્ડાને ધાર આપવાના રૂપે જોવામાં આવી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.