• Gujarati News
  • National
  • The Congress General Secretary Said I Stop Wherever I Go, Should I Sit In A Restaurant?

પ્રિયંકા સાથે સેલ્ફી લેનારી મહિલા પોલીસની તપાસ:પ્રિયંકા કસ્ટડીમાંથી મુક્ત, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને મળવા નીકળ્યાં

એક મહિનો પહેલા

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પોલીસે 17 દિવસમાં બીજી વાર અટકાયત કરી હતી. તાજેતરનો કેસ આગ્રામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી અરુણ વાલ્મિકીનું મોત છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા આગ્રા જઈ રહ્યા હતા પરંતુ આગ્રા એક્સપ્રેસ વે ટોલ પ્લાઝા પર તેમને રોકવામાં આવ્યા હતા. લખનઉ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતાં. જોકે તેમની કસ્ટડીના અઢી કલાક બાદ પ્રિયંકાને આગ્રા જવાની પરવાનગી મળી છે.

હવે 5 લોકોની ટીમ પીડિત પરિવારને મળવા માટે રવાના થશે. બીજી તરફ રાજ્ય સરકારે મૃતકની પત્નીને સરકારી નોકરી આપવા અને પીડિત પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની ખાતરી આપી છે.

આ અગાઉ 3 ઓક્ટોબરે પોલીસે લખીમપુર ખીરી હિંસા કેસમાં પીડિતાના પરિવારને મળવાનો પ્રયાસ કરતી વખતે પ્રિયંકાને લગભગ 30 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ ધરપકડ કરી હતી. જોકે, તે જ દિવસે તેમને મુક્ત કરવામાં આવ્યા હતાં.

આ મુદ્દે પ્રિયંકાએ કહ્યું હતું કે કોઈના મોત પર તેમનાં પરિવારજનો સાથે મુલાકાત કરવા બાબતે લો ઓર્ડર બગડી જાય છે? તમને લોકોને ખુશ કરવા માટે શું હું લખનઉના ગેસ્ટ હાઉસમાં આરામથી બેસી રહું. કોઈને પોલીસ કસ્ટડીમાં ઢોરમાર મારીને મારી નાખવો આ ક્યાંનો ન્યાય છે?

પ્રિયંકાએ આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું છે કે અરુણ વાલ્મીકિનું મોત પોલીસ કસ્ટડીમાં થયું છે. તેમનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હું પરિવારને મળવા માગું છું. ઉત્તરપ્રદેશ સરકારને ડર કઈ વાતનો છે? મને કેમ રોકવામાં આવી રહી છે. આજે ભગવાન વાલ્મીકિજયંતી છે, પીએમે મહાત્મા બુદ્ધ પર મોટી વાતો કરી, પરંતુ તેમના સંદેશાઓ પર હુમલા કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે કસ્ટડીમાં માર્યા ગયેલા અરુણ વાલ્મીકિ માટે ન્યાય માગવો ગુનો છે? ભાજપ સરકારની પોલીસ મને આગ્રા જવાથી રોકી કેમ રહી છે. કેમ દરેક વખતે ન્યાયનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરાય છે? હું પાછળ હટવાની નથી.

17 દિવસમાં બીજી વખત પોલીસ કસ્ટડીમાં પ્રિયંકા
આ અગાઉ 3 ઓક્ટોબરે પણ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ ખેડૂત પરિવારનો મળવા પહોંચેલી પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હતી. 30 કલાકની કસ્ટડી બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે મોડી રાત્રે 5 ઓક્ટોબરે તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં.

પોલીસે કહ્યું- આગ્રામાં કલમ 144 લાગુ
પોલીસની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુથી ધક્કા-મુક્કી અને હોબાળો થયો. ADCP સેન્ટ્રલ રાજેશ શ્રીવાસ્તવે લખનઉ અને આગ્રામાં કલમ 144 લાગુ કરવાનો દાવો કર્યો અને કહ્યું કે ત્યાં જવાથી લો એન્ડ ઓર્ડર બગડી શકે છે.

25 લાખની ચોરીની શંકામાં સફાઈકર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી
જગદીશપુરા પોલીસ સ્ટેશનના દીવાન પ્રતાપ ભાનસિંહ રવિવારે સવારે પોલીસ સ્ટેશનની બહાર ચા પીવા ગયા હતા. જ્યારે તે પાછા ફર્યા ત્યારે તેમને ત્યાં કંઈક શંકા થઈ. તપાસ કરતાં ગોડાઉનથી ચાર દિવસ પહેલાં રેલવે કોન્ટ્રેક્ટરના ઘરની ચોરીના ખુલાસામાં 25 લાખ રૂપિયા ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં સીઓ લોહામંડી સૌરભ સિંહની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો અને એડીજીએ પોલીસ સ્ટેશનના પ્રભારી અનુપ કુમાર તિવારી, દીવાન પ્રતાપ ભાન સિંહ અને છ પોલીસકર્મીને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસને સફાઈકર્મી પર શંકા હતી
જે રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ એનાથી પોલીસ સ્ટેશનમાં રોજ આવન-જાવન કરતા લોકો પર શંકા કરવામાં આવી રહી હતી. 20થી વધુ લોકો સાથે પુછપરછ કર્યા બાદ સફાઈકર્મચારી અરુણ પર શંકા ગઈ. એ આ ઘટના પછી સ્ટેશન આવ્યો નહોતો. તે સ્ટેશનની સફાઈ કરવા આવતો હતો.

પોલીસે તેના ઘરે તપાસ કરી તો 15 લાખ રૂપિયા મળ્યા હતા. પરિવાર પૈસા બાબતે જાણકારી આપી શકતો નથી. આરોપી સફાઈકર્મીનું મંગળવારે રાત્રે પોલીસ કસ્ટડીમાં અવસાન થયું હતું. પોલીસે મંગળવારે તેને કસ્ટડીમાં લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...