• Gujarati News
  • National
  • The Congress And The Akali Dal Objected To The Centre's Decision, Though The Captain Agreed; Said Our Jawans Are Dying In Kashmir

BSFના અધિકાર વધવા પર પંજાબમાં રાજકારણ:કેન્દ્રના નિર્ણય પર કોંગ્રેસ અને અકાલી દળને વાંધો, જોકે કેપ્ટન સહમત; કહ્યું- કાશ્મીરમાં આપણા જવાન મરી રહ્યાં છે

નવી દિલ્હી12 દિવસ પહેલા

કેન્દ્રએ આતંકવાદ અને સીમા પારથી થતા અપરાધો પર અંકુશ લગાવવાના હેતુથી સીમા સુરક્ષા બળ(BSF)નું અધિકાર ક્ષેત્ર વધારી દીધું છે. BSF હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય ક્ષેત્રની અંદર 50 કિમી સુધી શોધખોળ અભિયાન ચલાવી શકશે. સાથે જ તેમને શંકાસ્પદની ધરપકડ કરવા અને શંકાસ્પદ સામગ્રીને જપ્ત કરવાનો અધિકાર પણ હશે. તેના માટે તેણે કોઈ પણ પ્રશાસનિક અધિકારીની પરવાનગી લેવાની જરૂર નથી. કેન્દ્રના આ નિર્ણય પર પંજાબનું રાજકારણ ગરમાયું છે, જ્યાં BSFને પહેલા 15 કિમી સુધી જ સર્ચનો અધિકાર હતો.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે BSFને વધારાના ક્ષેત્રમાં આવીને પોલીસની જેમ કાર્યવાહી કરવાની પરવાનગી આપવી તે બંધારણીય ઢાંચાની વિરુદ્ધ છે. જ્યારે અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ મામલામાં કેન્દ્ર અને પંજાબ સરકારની મિલિભગતનો આરોપ લગાવ્યો છે. બાદલે કહ્યું છે કે એ વાતની શક્યતા ખૂબ જ ઓછી છે કે કેન્દ્રએ રાજ્ય સરકારને ભરોસોમાં લીધા વગર આટલો મોટો નિર્ણય લીધો છે. ચન્ની અને તેમના સાથી હવે એટલા માટે મુદ્દો ઉઠાવી રહ્યાં છે કારણ કે પોતાની મિલીભગતને છુપાવી શકાય.

બીજી તરફ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે કાશ્મીરમાં આપણા જવાનો મરી રહ્યાં છે. પાક સમર્થિત આતંકી પંજાબમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ અને હથિયાર મોકલી રહ્યાં છે. એવામાં BSFની ઉપસ્થિતિ અને તાકાત વધવાથી આપણે મજબૂત થઈશું. કેન્દ્રીય સુરક્ષાદળોને રાજકારણમાં ન ઘસેડો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નવા આદેશમાં શું છે?

  • ગૃહ મંત્રાલયે આ નિર્ણય BSF એક્ટ 1968ની ધારા 139(1) અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈના આધારે કર્યો છે.
  • તેની સીમામાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય, કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારો આવશે.
  • પંજાબ, પશ્ચિમ બંગાળ અને અસમના રાજ્યોમાં પહેલા આ વિસ્તાર સીમાથી 15 કિમી સુધીનો જ હતો. હવે તેને 50 કિમીનો કરવામાં આવ્યો છે.
  • ગુજરાતમાં આ સીમા 80 કિમીથી ઘટાડીને 50 કિમી કરવામાં આવી છે. જોકે રાજસ્થાનમાં પહેલાની જેમ 50 કિમી રાખવામાં આવ્યો છે.
  • નવા આદેશમાં મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેધાલયમાં BSFનું અધિકાર ક્ષેત્ર 80 કિમીથી ઘટાડીને 60 કિમી કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...