તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Company Seeks Emergency Approval For The Corona Vaccine, The First Firm To Do So

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઈઝરની નજર ભારત પર:કંપનીએ કોરોના વેક્સિન માટે ઈમરજન્સી અપ્રૂવલ માંગ્યુ, આવું કરનારી પહેલી ફર્મ

4 મહિનો પહેલા

હાલ દુનિયામાં એક જ ચર્ચા છે, કોરોના વેક્સિન ક્યારે આવશે. UKએ ફાઈઝરની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ત્યાં ટૂંક સમયમાં વેક્સિનેશન શરૂ થશે. આ બધાની વચ્ચે મહત્વના સમાચાર એ છે કે ફાઈઝરે ભારત પાસે પણ પોતાની વેક્સિન માટે મંજૂરી માંગી છે. ફાઈઝર પહેલી કંપની છે, જેને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે આ અંગે મંજૂરી માંગી છે. ભારતમાં અત્યાર સુધી 96.44 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તો આ તરફ UK અને બહરીને ફાઈજરની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

ફાઈઝરે 4 ડિસેમ્બરે DGCI ને અરજી કરી હતી, જેમાં વેક્સિનના ભારતમાં વેચાણ અને વિતરણ અંગે મંજૂરી માંગી હતી. ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ પણ વેક્સિન ત્યારે લાવવામાં આવશે, જ્યારે તે અહીંયા ક્લિનીકલ ટ્રાયલ્સ પુરા કરી લે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ફાઈઝર અથવા તેની સહયોગી કંપનીએ એવા કોઈ પણ ટ્રાયલની ના પાડી દીધી હતી.જો કે, અધિકારીઓનું કહેવું છે કે, DGCI ઈચ્છે તો લોકલ ક્લીનિકલ ટ્રાયલમાં છૂટ આપી શકે છે.

3 દેશોએ અપ્રૂવલ આપ્યા
કોરોના વાઈરસ વિરુદ્ધ જંગમાં ચીને 4, રશિયાએ 2 અને UKએ 1 વેક્સિનને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. ભારતમાં હજુ સુધી કોઈ પણ કંપનીની વેક્સિનને અપ્રૂવલ નથી મળી, પ્રી-ઓર્ડરમાં તે સૌથી આગળ છે.

ફાઇઝરની વેક્સિન 95% અસરકારક છે
અમેરિકા ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, વેક્સિન ઉંમરલાયક લોકો પર અસરકારક રહી છે. એની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ફાઈઝર ડિસેમ્બર સુધી વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવે છે.

ફાઈઝરની ફેઝ-3ની ટ્રાયલમાં આશરે 44 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 170 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. એમાંથી 162 દર્દી એવા હતા કે જેમને વેક્સિન નહીં, પણ પ્લેસિબો આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો