તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Company Said Will Fully Comply With The New Rules, Appointed 2 Officers On Contract

કેન્દ્રની ગાઈડલાઈન અંગે ટ્વિટર રાજી:કંપનીએ કહ્યું- નવા નિયમોનું સંપૂર્ણ પાલન કરશું, કોન્ટ્રેક્ટ પર 2 અધિકારીઓની નિમણૂંક કરી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્વિટરે કહ્યું છે કે અમે તમામ નોડલ કોન્ટ્રેક્ટ પર્સન અને રેસિડેન્ટ ગ્રીવન્સ ઓફિસરની નિમણૂંક કોન્ટ્રેક્ટ બેઝ પર કરી છે. - Divya Bhaskar
ટ્વિટરે કહ્યું છે કે અમે તમામ નોડલ કોન્ટ્રેક્ટ પર્સન અને રેસિડેન્ટ ગ્રીવન્સ ઓફિસરની નિમણૂંક કોન્ટ્રેક્ટ બેઝ પર કરી છે.

વ્હોટ્સએપ, ફેસબુક અને ગૂગલ બાદ હવે ટ્વિટરે પણ કેન્દ્ર દ્વારા જાહેર કરેલી સોશિયલ મીડિયા ગાઈડલાઈન્સને સ્વીકારવાની વાત કહી છે. ટ્વિટરે સરકારને લેખિતમાં કહ્યું છે કે ભારતમાં ચીફ કોમ્પ્લિયન્સ ઓફિસર એટલે કે ફરિયાદ અધિકારીની નિમણૂંક ફાઈનલ કરવાના તબક્કા હેઠળ છે.

ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી જણાવ્યું છે કે ટ્વિટરે માહિતી આપી છે કે કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ઉદ્દેશ પૂરો કરવા માટે અમે નોડલ કોન્ટેક્ટ પર્સન તથા રેસિડેન્ટ ગ્રીવન્સ ઓફિસરની કોન્ટ્રેક્ટ પર નિમણૂંક કરી છે. ટૂંક સમયમાં અમે આ પદો પર કાયમી નિમણૂંક કરશું. ટ્વિટરે કહ્યું છે કે અમે કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરવા માટે શક્ય તમામ પગલાં ભર્યાં છે.

ફેસબુકે સ્પૂર્તિ પ્રિયાને ગ્રીવન્સ ઓફિસર બનાવ્યા
ફેસબુકે નવી ગાઈડલાઈનનું પાલન કરતા દેશમાં ગ્રીવન્સ ઓફિસરની નિમણૂંક કરી છે.FBએ પોતાની વેબસાઈટ પર ગ્રીવન્સ અધિકારી સ્પૂર્તિ પ્રિયાનું નામ પબ્લિશ કર્યું છે. FBએ કહ્યું છે કે સ્પૂર્તિથી યુઝર્સ ઈ-મેલ મારફતે સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ફેસબુક ઈન્ડિયામાં પોસ્ટ મારફતે પણ યુઝર્સ પોતાની ફરિયાદ મોકલી શકે છે. ​​​​​​​

ફેસબુક ઉપરાંત વ્હોટ્સએપે ગ્રીવન્સ ઓફિસર તરીકે પરેશ બી લાલનું નામ પોતાની વેબસાઈટ પર પબ્લિશ કર્યું હતું. ગૂગલે પણ પોતાની વેબસાઈટને અપડેટ કરી હતી, જેથી ગ્રીવન્સ ઓફિસરની નિમણૂંક કરવાનો નિર્ણયને રિફ્લેક્ટ કરી શકાય.