તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Company Said Customers' Financial Information Was Not Leaked, Security Related Incident Definitely Happened.

ડોમિનોઝમાં 18 કરોડ ઓર્ડરના ડેટા લીક:કંપનીએ કહ્યું- ગ્રાહકોની નાણાકીય માહિતી લીક નથી થઈ; હેકર્સે ડાર્ક વેબ પર સર્ચ એન્જિન બનાવ્યું હતું

2 મહિનો પહેલા
ફાઈલ તસવીર

પિત્ઝા બ્રાન્ડ ડોમિનોઝના ગ્રહકોના ડેટા લીક થયા છે. સાયબર સિક્ટોરિટી રિસર્ચર રાજશેખર રાજહરિયાએ જણાવ્યું હતું કે કંપનીમાં ગ્રાહકોના 18 કરોડ ઓર્ડરના ડેટા લીક થયા છે. રાજહરિયાએ જણાવ્યું હતું કે હેકર્સે ડાર્ક વેબ પર સર્ચ એન્જિન બનાવ્યું હતું. આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી રહેલા લોકોએ ડોમિનોઝના લીક થયેલા ડેટા અંતર્ગત જેટલા પણ ગ્રાહકોની માહિતી હતી એની જાસૂસી કરી હતી.

વેપાર પર કોઈપણ અસર નહીં થાય
ડોમિનોઝની માલિક કંપની જુબિલેન્ટ ફૂડવર્કે આ વાત સ્વિકારી હતી. પરંતુ તેઓએ જણાવ્યું હતું કે આમા ગ્રાહકોની અંગત નણાકીય માહિતી લીક થવાની વાતને નકારી હતી. તેઓએ જણાવ્યું હતું કે ડોમિનોઝ કંપની કોઇપણ પ્રકારની ક્રેડિટ કાર્ટની માહિતી સેવ કરી રાખી નહોતી. આનાથી કંપનીના વેપારને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચ્યું છે. કંપનીએ જણાવ્યું હતું આ અંગે તજજ્ઞો તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...