એક જ કંપનીના સાત કર્મચારીઓએ ઝેર પીધું:કંપનીએ સાતેયને નોકરીમાંથી કાઢી મૂક્યા; માલિકે મળવાની ના પાડી તો ઝેર ગટગટાવી લીધું

24 દિવસ પહેલા

ઇન્દોરમાં એક ફેક્ટરીમાં કામ કરનારા સાત કર્મચારીઓએ એકસાથે ઝેર પી લીધાની હચમચાવતી ઘટના બની છે. કારણ એ છે કે આ તમામ કર્મચારીઓને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તમામ કર્મચારીઓની એમ.વાય. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈન્દોરના પરદેશીપુરામાં આવેલી અજમેરા વાયર કંપની મોડ્યૂલર કીચન બનાવે છે. અહીં 15થી 20 કર્મચારીઓ કામ કરે છે. એકસાથે સાત કર્મચારીઓને આ કંપનીએ નોકરીમાંથી એકાએક કાઢી મૂકતાં તમામે એકસાથે કંપનીના ગેઈટ પાસે જ ઝેર ગટગટાવી લીધું હતું.

હવે તમારા માટે કોઈ કામ નથી
પરદેશીપુરા વિસ્તારમાં આવેલી અજમેરા વાયર કંપની મોડ્યૂલર કીચન બનાવવાનું કામ કરે છે. આ કંપનીમાં 15થી 20 કર્મચારીઓ કામ કરે છે. એક કર્મચારીએ કહ્યું કે, બે દિવસ પહેલાં કંપનીના માલિક રવિ બાફના અને પુનિત અજમેરાએ સાત કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા. કંપનીએ કહી દીધું કે-હવે તમારા માટે કોઈ કામ નથી. આવતીકાલથી તમારે સાતેયે આવવાનું નથી. જેના કારણે તેઓ હતાશ થઈ ગયા હતા અને હવે શું કરવું, નવી નોકરી મળશે કે નહીં તેવા વિચારોમાં ડિપ્રેશનમાં આવી ગયા હતા. આ કર્મચારીઓએ કંપનીના માલિકોને મળવા માટે કહ્યું હતું પણ માલિકે મળવાની ના પાડી દીધી હતી.
બે દિવસ પહેલાં બનેલા આ બનાવ પછી આ સાતેય કર્મચારીઓ આજે કંપનીના ગેઈટ પાસે ભેગા થયા હતા અને સાતેયે સાથે મળીને ઝેર પી લીધું હતું.

જેમણે ઝેરી દવા પીધી છે તેમાં જમનાધાર વિશ્વકર્મા, દીપકસિંહ, દેવીલાલ કરેડિયા, તેના ભાઈ રવિ કરેડિયા, જીતેન્દ્ર ધમનિયા, શેખર શર્મા અને રાજેશ મેમારિયાનો સામવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...