તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Company Admitted The Mistake, The Youth Says That Religion Has Become Corrupt, What Will He Do, Will Soon Take Refuge In The Court

ઈન્દોરમાં ઓર્ડર વેજ ફૂડનો, મળ્યું નોન-વેજ:પોલીસ અધિકારીએ વ્રત ખોલવા માટે પનીર રોલનો ઓર્ડર કર્યો, મળ્યો ચિકન રોલ, જવાને કહ્યું- હું તો કોર્ટમાં જઈશ

3 મહિનો પહેલા

ઈન્દોરમાં એક યુવકે ઉપવાસ પછી સાંજે ઓનલાઇન વેજ ફૂડનો ઓર્ડર કર્યો હતો અને તેને નોન-વેજ ફૂડ ડિલિવર કરવામાં આવ્યું હતું. તેણે પનીર રોલ મગાવ્યો હતો. ડિલિવરી બોયે તેને ચિકન રોલ આપી દીધો હતો. યુવકે જ્યારે પહેલી બાઈટ લીધી ત્યારે એને શંકા ગઈ અને થૂંકી દીધું હતું. યુવકે જ્યારે રોલ ચેક કર્યો ત્યારે તેને જાણ થઈ કે આ તો ચિકન રોલ છે. યુવકે જ્યારે ફરિયાદ કરી ત્યારે કંપનીએ આ અંગે માફી માગી હતી, પરંતુ યુવકે કહ્યું હતું કે મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, હવે એનું શું કરું. હું કોર્ટની શરણે જઈશ.

આ ઘટના ઈન્દોર DIG ઓફિસના કોન્સ્ટેબલ સોનુ શર્માની સાથે ઘટી હતી. 25 જૂને સોનુને ઉપવાસ હતો. એ બપોરે જોબથી ઘરે પરત ફર્યો ત્યારે સોનુએ સ્વિગી પર પનીર રોલ ઓર્ડર કર્યો હતો. ડિલિવરી બોયે એક રેસ્ટોરાંમાંથી ઓર્ડર ડિલિવર કર્યો હતો. સોનુએ જેવો રોલ ખાવાનું શરૂ કર્યો કે તરત જ તેને શંકા ગઈ હતી કે આ તો વેજ રોલ નથી, પરંતુ ચિકન રોલ હતો.

ટ્વિટર સામે ફરિયાદ
સોનુ શર્માએ રેસ્ટોરાંને ફોન કરીને આ અંગે ફરિયાદ કરી હતી. રેસ્ટોરાંએ પોતાની ભૂલ કબૂલી અને માફી પણ માગી હતી. વળી, સોનુએ સ્વિગી કંપની સામે ફરિયાદ ટ્વિટર પર ટ્વીટ કરીને પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સોનુએ કહ્યું હતું કે કંપનીએ ભલે માફી માગી હોય, પરંતુ મારો તો ધર્મ ભ્રષ્ટ થયો એનું શું થશે? આ અંગે હું કોર્ટમાં જઈશ.

અન્ય સમાચારો પણ છે...