તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Committee Was Changed After A Major Cabinet Reshuffle; Several Young Ministers Including Smriti Irani, Scindia Were Included

મોદી સરકારની કેબિનેટ કમિટી તૈયાર:મનસુખ માંડવિયા-સ્મૃતિ-સિંધિયા સહિત યુવા નેતાઓની એન્ટ્રી, જાણો શું થયા મોટા ફેરફારો

23 દિવસ પહેલા
ફાઇલ ફોટો
  • હાલમાં જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે

કેન્દ્રિય કેબિનેટમાં હાલમાંજ ફેરફાર કર્યા પછી કેબિનેટ કમિટીમાં અગત્યનાં ફેરફાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ મંત્રિમંડળમાં સમાવેશ કરવામાં આવેલા કેટલાક યુવા નેતા અને પ્રમોશન થયેલા નેતાઓને હવે કેબિનેટની કમિટીમાં જગ્યા મળી ગઇ છે. જેમાં ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ મંડાવિયા સહિત અન્ય કેટલાક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેબિનેટ કમિટીમાં કુલ 7 કમિટી રચવામાં આવી છે.

1.એકોમોન્ડેશન કમિટી 2.ઇકોનોમિક્સ અફેયર્સ કમિટી 3.પાર્લામેન્ટ્રી અફેયર્સ કમિટી 4.પોલિટીકલ અફેયર્સ કમિટી 5. સુરક્ષા કમિટી 6.ઇનવેસ્ટમેન્ટ અને ગ્રોથ કમિટી 7.એપલોઇનમેન્ટ અને સ્કિલ ડેવલોપમેન્ટ કમિટી

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિનિ વૈષ્ણવ, કિરણ રિજિજૂ, અનુરાગ ઠાકોર જેવા યુવા ચહેરાઓને પણ આ વખતે કેબિનેટની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપને એ પણ જણાવી દઇએ રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવેડકર જેવા મોટા ચહેરા કેબિનેટમાંથી બહાર થઇ ગયા છે, તેવામાં કમિટીમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે.

કોણ કઇ કમિટીમાં સમાવિષ્ટ થયું
સંસદિય બાબતોની કેબિનેટ કમિટીમાં અર્જૂન મુંડા, વિરેન્દ્ર કુમાર, કિરણ રિજીજુ, અનુરાગ ઠાકોરનો સમાવેશ થયો.

એકોમેન્ડેશન કમિટીમાં હરદિપ સિંધ પૂરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇકોનોમિક કમિટીમાં ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાર્લામેન્ટ્રી અફેયર્સ કમિટીમાં નરેન્દ્રસિંઘ તોમર, અર્જુન મુંડા, પ્રહલાદ જોશી, વિરેન્દ્ર કુમાર, કિરેન રિજીજુ, અનુરાગસિંધ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલિટિકલ અફેયર્સ સાથે સંકળાયેલી મહત્વની કમિટીમાં સ્મૃતી ઇરાની, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, ભુપેન્દ્ર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ ચાલશે.

ઇનવેસ્ટમેન્ટ અને ગ્રોથથી સંકળાયેલી કેબિનેટ કમિટીમાં નારાયણ રાણે, જ્યોતિરાદિ્ત્ય સિંધિયા, અશ્વિનિ વૈષ્ણવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોજગાર અને સ્કિલની કમિટીમાં ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિનિ વૈષ્ણવ, ભુપેન્દ્ર યાદવ, હરદિપ પૂરી, આરસીપી સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી પણ પ્રધાનમંત્રીના હાથમાં છે.

કેબિનેટની નિયુક્તિમાં સુરક્ષાની કેબિનેટમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં જ નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. આશરે 3 ડઝન મંત્રીઓએ શપથ લીધી છે. એક ડઝન મંત્રીઓના પ્રમોશન કરવામાં આવ્યા અને કેટલાક મંત્રીઓના વિભાગ બદલવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...