તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Cloud Burst Into Parts Of The Inn; Several Vehicles Stranded In The Flood, See Video

હિમાચલમાં વરસાદથી તબાહી:ધર્મશાલાના ભાગસૂમાં વાદળ ફાટ્યું; પૂરમાં અનેક વાહનો તણાયા, જુઓ વીડિયો

ધર્મશાલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિમાચલના ધર્મશાલામાં વાદળ ફાટવાને કારણે ભારે પૂરમાં અનેક વાહનો તણાઈ ગયાં હતાં. - Divya Bhaskar
હિમાચલના ધર્મશાલામાં વાદળ ફાટવાને કારણે ભારે પૂરમાં અનેક વાહનો તણાઈ ગયાં હતાં.
  • ભાગસૂનું નાળુ ઓવરફ્લો થતાં તારાજી સર્જાઈ
  • ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં થયું નુકશાન

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વરસાદે ભારે તબાહી મચાવી હતી. ધર્મશાલાના ભાગસૂમાં સોમવારે સવારે વાદળ ફટયું હતું, જે કારણે ભારે પૂર આવ્યું હતું. જોતજોતાંમાં એક નાના નાળાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પૂર આવવાને કારણે ભાગસૂનું નાળું ઓવરફ્લો થઈ ગયું હતું. આ વિનાશક પૂરમાં અનેક વાહનો તણાઇ ગયાં હતાં.

ધર્મશાલાના ભાગસૂમાં સોમવારે સવારે વાદળ ફાટયું હતું, જે કારણે ભારે પૂર આવ્યું હતું.
ધર્મશાલાના ભાગસૂમાં સોમવારે સવારે વાદળ ફાટયું હતું, જે કારણે ભારે પૂર આવ્યું હતું.

ધર્મશાલામાં વાદળ ફાટવાને કારણે આવ્યું પૂર
આ નાળાની બંને બાજુએ કેટલીક હોટલ આવેલી છે. વાદળ ફાટવાને કારણે આ હોટલોને પણ ભારે નુકસાન થયું છે. ધર્મશાલામાં વાદળ ફાટવાને કારણે નદી-નાળામાં પૂર આવવાને કારણે લોકો ભયભીત થઈ ગયા છે. ભાગસૂમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પૂરનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાણીનું ભારે વહેણમાં વાહનો તણાઇ રહ્યાં છે.

રવિવારે રાત્રેથી પડી રહ્યો છે વરસાદ
હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં રવિવારે રાત્રેથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીંના લોકો ભારે ગરમીથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જોકે વરસાદ પાડવાના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, પરંતુ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયાના સમાચાર પણ મળી રહ્યા છે.

ચંબામાં પણ ફાટ્યું વાદળ
ચોમાસાના માહોલમાં હિમાચલ પરદેશમાં અવારનવાર વાદળ ફાટવાની ઘટના સામે આવે છે. ગયા દિવસોમાં પણ હિમાચલના ચંબામાં વાદળ ફાટ્યું હતુ, જે કારણે મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓની સાથે વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.