વારાણસીમાં સર્વે દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ પક્ષ તરફથી પેરવી કરનાર જિતેન્દ્ર સિંહે વિસેને કહ્યું, 'જ્ઞાનવાપીમાં એટલા પુરાવા મળ્યાં, જે હાલ ઉજાગર ન કરી શકાય. હાલ ફક્ત એટલું જણાવવા માગુ છું કે લગભગ સાડા 12 ફુટ શિવલિંગ મળ્યું છે. હું અયોધ્યાની જેમ 500 વર્ષ સુધી રાહ નહીં જોવું. બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનીને રહેશે અને ઘણું જ ઝડપથી બનશે. તેમને શક્યતા વ્યક્ત કરી છે કે તેમને મથુરામાં પણ સફળતા મળશે.'
સર્વેમાં સામેલ એક સૂત્રએ ભાસ્કરને જણાવ્યું, 'આ તે જ શિવલિંગ છે, જેને અકબરના નાણા મંત્રી ટોડરમલે 1585માં સ્થાપિત કરાવ્યું હતું. ત્યારે તેમની સાથે બનારસના પંડિત નારાયણ ભટ્ટ પણ હતા. શિવલિંગની ઉપરનો ભાગ ઔરંગઝેબની વિનાશકાળમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
આ શિવલિંગ અતિકિંમતી પન્ના પથ્થરનું છે. રંગ લીલો છે. શિવલિંગની સાઈઝ લગભગ 3-4 મીટરની આસપાસ છે. આ ઘણું જ આકર્ષક દેખાય રહ્યું છે. આ શિવલિંગ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત નંદીની સામે આવેલી જ્ઞાનવાપીનો ભાગ છે. નંદી મહારાજની સામે જે ભોંયરું છે, તેમાં જ અંદર મસ્જિદની વચ્ચોવચ આજે પણ શિવલિંગ દબાયેલું છે. જેનું થાળું પણ ઘણું જ મોટું છે.'
30 વર્ષ પહેલાં તાળું મારવામાં આવી રહ્યું હતું ત્યારે પણ દેખાયું હતું શિવલિંગ
શ્રીકાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારીએ કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં જેને ભોંયરું કહેવામાં આવે છે તે હકિકતમાં મંદિર મંડપમ છે. જે લોકો પણ ભોંયરાની વાત કરે છે, તે તમામ મંડપમ છે. જેને ભોંયરાની જગ્યાએ મંડપમ કહીશું તો યોગ્ય રહેશે. ડૉ.તિવારીએ જણાવ્યું કે તેમના પરિવારના પંડિત નારાયણ ભટ્ટે પન્ના પથ્થરનું શિવલિંગ સ્થાપિત કર્યું હતું.
90ના દશકામાં વારાણસીના DM રહેલા સૌરભ ચંદ્ર શ્રીવાસ્તવે ત્યારે મંડપમનું તાળું બંધ કર્યું હતું તો તે સમયે પણ અંદર ફોટોગ્રાફી થઈ હતી, જેમાં તેઓ હાજર હતા. તે સમયે દેખાયું હતું કે અંદર નંદીની ઠીક સામે જ શિવલિંગ છે.
જ્ઞાનવાપી મસ્જિદની નીચે ચાર ખૂણામાં મંડપમ
1868માં રેવ એમએ શેરિંગ દ્વારા લેખિત 'ધ સેક્રેડ સિટી ઓફ હિન્દુ' પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદની નીચે ચારણ ખૂણામાં મંડપમ છે. જ્ઞાન મંડપમ, શ્રૃંગાર મંડપમ, એશ્વર્ય મંડપમ અને મુક્તિ મંડપમ. વિદેશી લેખક અલ્ટેકરે આ ચારેય મંડપમની સાઈઝ 16-16 ફુટનું જણાવવામાં આવ્યું છે. ગોલંબરની ઉંચાઈ 128 ફુટ છે.
હરિશંકર જૈને કહ્યું- શિવલિંગ જોઈને તાત્કાલિક કોર્ટ ગયો
આ મામલે કોર્ટમાં પ્રાર્થના પત્ર કરનાર હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને પણ ભાસ્કર સાથે વાત કરી. તેમને કહ્યું, 'હું શિવલિંગની સંપૂર્ણ લંબાઈ નહીં જણાવી શકું. પણ એટલું તો દાવા સાથે જણાવી શકું કે લગભગ 3-4 ફુટ પહોળું છે. સર્વે દરમિયાન શિવલિંગ જોતા જ હું કોર્ટ ગયો હતો. ત્યાં મેં તે જગ્યાને સુરક્ષિત કરવા માટે પ્રાર્થના પત્ર આપ્યો.'
કોર્ટે સીલ કરવાના આદેશ આપ્યા
હરિશંકર જૈનના પ્રાર્થના પત્ર પર કોર્ટે વારાણસી પ્રશાસનને તે જગ્યાને સીલ કરવાના આદેશ આપ્યા, જ્યાંથી શિવલિંગ મળ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે તે જગ્યાને સુરક્ષિત અને સંરક્ષિત કરવામાં આવે. ત્યાં કોઈને પણ જવાની મંજૂરી ન આપવામાં આવે. કોર્ટે DM, પોલીસ કમિશનર અને CRPF કમાન્ડેન્ટને તે જગ્યાને સંરક્ષિત અને સુરક્ષિત કરવાની વ્યક્તિગત રીતે જવાબદારી સોંપી છે.
હિન્દુ પક્ષે સર્વે પછી કહ્યું હતું- મળી ગયા નંદીના બાબા
સોમવારે સર્વે ખતમ કરવામાં આવ્યા બાદ હિન્દુ પક્ષના અરજદાર ડૉ. સોહનલાલે મોટું નિવદેન આપ્યું હતું કે નંદીવાળા બાબા મળી ગયા. તેનાથી વધુ તેમને કંઈ જ કહ્યું ન હતું. તો એક અન્ય પક્ષકારે ભાસ્કરને કહ્યું, "જે પણ કંઈ આજે મળ્યું છે તે સત્યને સામે લાવી રહ્યું છે." અનેક ઈતિહાસકારો અને સ્થાનિક લોકોનું પણ માનવું છે કે વિશ્વેશ્વર મહાદેવનું શિવલિંગ પન્ના રત્નથી બનેલું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.