જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સરવે ટીમને પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું છે. આ વાત સામે આવ્યા બાદ વારાણસી કોર્ટે ડીએમને જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે એ જગ્યાને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અધિકારીઓને સ્થાનોની જાળવણી અને સુરક્ષાની વ્યક્તિગત જવાબદારી સોંપી છે.
સરવે માટે ટીમ ત્રીજા દિવસે જ્ઞાનવાપી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમે ત્યાં શિવલિંગ જોયું. સરવે ટીમમાં સામેલ હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને તરત વારાણસી કોર્ટમાં અરજી કરી, જેમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે શિવલિંગ ત્યાંથી મળી આવ્યું છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવા છે. CRPF કમાન્ડન્ટને જગ્યા સીલ કરવાનો આદેશ આપવાની માગ કરવામાં આવી હતી. વરિષ્ઠ ડિવિઝન જજ રવિ કુમાર દિવાકરે ડીએમને તાત્કાલિક સ્થળ સીલ કરવાનો આદેશ આપ્યો છે.
બહાર આવીને હિન્દુ પક્ષે કહ્યું- અંદર ભોળાનાથ મળ્યા છે
વારાણસીમાં જ્ઞાનવાપીના ત્રીજા દિવસના સરવેનું કામ પૂરું થઈ ચૂક્યું છે. કાલે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ સોંપવામાં આવશે. સરવે બાદ હિન્દુ પક્ષના સોહનલાલ બહાર આવ્યા તો તેમણે મોટો દાવો રજૂ કર્યો. સોહનલાલે કહ્યું- બાબા મળી ગયા. જેટલું શોધતા હતા એના કરતાં વધુ બહાર આવી રહ્યું છે. આના પછી પશ્ચિમી દીવાલ પાસે જે 75 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંચો કાટમાળ હવે અમારો ટાર્ગેટ છે.
મુસ્લિમ પક્ષ સરવેથી સંતુષ્ટ
બીજી તરફ, સરવેથી સંતુષ્ટ મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. વકીલે કહ્યું હતું કે આવું કંઈ મળ્યું નથી. અમે સરવેથી સંતુષ્ટ છીએ. આવતીકાલે એટલે કે 17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે એડવોકેટ કમિશનરની આગેવાનીમાં વાદી-પ્રતિવાદી પક્ષમાંથી 52 લોકોની ટીમ સવારે 8 વાગ્યે પરિસરમાં દાખલ થઈ હતી. લગભગ 10:30 વાગ્યે સર્વે સમાપ્ત થયો.
હિંદુ પક્ષના વકીલ ડો. સોહનલાલે જણાવ્યું હતું કે નંદી જેમની રાહ જોઈ રહ્યા હતા એ શિવલિંગ મળી ગયું છે. ઈતિહાસકારોએ જે લખ્યું એ સાચું હતું. બાબાને મળતાં જ અંદર હર હર મહાદેવનો ઉદ્ઘોષ થયો. ડીએમ કૌશલરાજ શર્માએ કહ્યું હતું કે જો કોઈએ સરવે વિશે કંઈપણ કહ્યું અથવા દાવો કર્યો છે, તો તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે. કોર્ટ કમિશનર દ્વારા રિપોર્ટ રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા જ કોઈપણ બાબત જણાવવામાં આવશે. કોઈના અંગત અભિપ્રાય કે અભિપ્રાય પર કોઈએ ધ્યાન આપવાની જરૂર નથી.
LIVE UPDATES:
મંગળવારે કોર્ટમાં રિપોર્ટ સોંપાશે
17 મે મંગળવારે સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં સોંપવામાં આવશે. અત્યારસુધી સરવેમાં જેકંઈ પણ મળ્યું છે, એડવોકેટ કમિશનર અજય મિશ્ર તેનો રિપોર્ટ બનાવશે. સરવેમાં જે પણ વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી થઈ છે એની ચિપ પરિસરની બહાર નીકળતાં પહેલાં જ ઓફિસરોને સૌંપી દેવામાં આવતી હતી, જેથી કરીને તેના લીક થવાની સંભાવના ન થાય. જ્ઞાનવાપી વિવાદ મામલે આજે ઈલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. એક વિવાદ સાથે જોડાયેલી 3-3 અરજી સામેલ છે. 6 અરજી પર સુનાવણી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.