હ્યૂઅલપેનની બાયોબિયો નદી આગળની ચટ્ટાનમાં ફસાયા બાદ દક્ષિણ અમેરીકાના ચિલીની નૌસેનાએ એક શ્વાનને બચાવ્યો હતો. નૌસેના દ્વારા પ્રસિદ્ધ કરાયેલી તસ્વિરોમાં બતાવવામાં આવ્યું છે કે, એક શ્વાનને કઈ રીતે પાણીના માધ્યમથી એક ઈન્ફલેટેબલ હોડીમાં લઈ લેવામાં આવે છે. આ સહાય કરતા પહેલા તેને એક મહાકાય શીલાના નિર્માણથી બચાવવામાં આવ્યો હતો. જે ઘણાં સમયથી ફસાયો હોવાથી તેને બચાવવા રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું હતું.
સ્થાનિક અગ્નિશામકોએ આ શ્વાનને પરત લાવવામાં મદદ કરી હતી. જે લગભગ ચાર દિવસ સુધી ખોવાઈ ગયો હતો. પછી તેને પશુ દવાખાને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક મીડિયા પ્રમાણે આ શ્વાનને દત્તક લેવા માટે રાખવામાં આવશે. આ શ્વાનને અત્યારે પશુ ચિકિત્સાલયમાં સાળ સંભાળ માટે રાખવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.