આર્થિક તંગીથી પરિવાર વિખેરાયો:પતિ-પત્નીએ પહેલા બાળકોને ઝેર આપી મારી નાખ્યા અને ત્યારબાદ ફાંસી લગાવી જીવનનો અંત લાવી દીધો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢના કાંકરે જિલ્લાની એક લોજમાં 4 વ્યક્તિના મૃતદેહ મળ્યાની આઘાતજનક ઘટના સામે આવી છે. પતિ અને પત્નીએ પહેલા 2 બાળકોને ઝેર આપી મારી નાંખ્યા હતા. ત્યારબાદ બન્નેએ ફાંસી લગાવી લીધી હતી. હવેસંબંધીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે પતિ-પત્નીએ આર્થિક મુશ્કેલીથી તંગ આવી પરિવારને ખતમ કરી નાંખ્યો હતો. યુવાકે મૃત્યુ અગાઉ છેલ્લે તેની બહેન સાથે વાતચીત કરી હતી. તે સમયે તેણે કહ્યું હતું કે અત્યારે અમે લોકો ઊંઘી રહ્યા છીએ પછી વાત કરીએ.

ભોજન લીધા બાદ પૂરો પરિવાર
ભોજન લીધા બાદ પૂરો પરિવાર

ગુરુવારે રાત્રે શહેરની બસ્તર લોજમાં રાયપુરના રહેવાસી જિતેન્દ્ર દેવાંગન (35), સવિતા દેવાંગન (33), કેવલ ઉર્ફે ટુકટુક (7) અને મોક્ષિતા ઉર્ફે ગુનગુન (4)ના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુ પૂર્વે પરિવાર એક હોટલમાં ભોજન લેવા માટે ગયો હતો. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. આ સાથે તેમના પરિવારની પૂછપરછ કરતા કેટલાક મહત્વના ખુલાસા થયા છે.

ગુનગુન અને ટુકટુક
ગુનગુન અને ટુકટુક

આ કેસમાં બસ્તર લોજના સંચાલકે જણાવ્યું હતું કે રાયપુરના રહેવાસી પરિવાર 4 મેના રોજ તેમની લોજમાં આવ્યા હતા. પરિવારના જિતેન્દ્ર દેવાંગને કહ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે જગદલપુર જઈ રહ્યા છે. તે બાઈકથી છે, માટે હવે લોજમાં રોકાવા ઈચ્છે છે. આ વાત સાંભળી સંચાલકે તેમને લોજનો રૂમ નંબર-9 આપ્યો હતો.

ભોજન લઈ રાત્રે 9 વાગે રૂમમાં ગયેલા
સંચાલકે જણાવ્યું હતું કે અહીં આવ્યાના થોડી વાર બાદ પતિ-પત્ની તથા બાળકો બહાર ભોજન લેવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ રાત્રે 9 વાગે પરત રૂમમાં જતા રહ્યા હતા. પણ બીજા દિવસે પણ 5 મેના રોજ સાંજ સુધી દરવાજો ખુલ્યો નહીં તો અમને શક થયો, માટે અમે બારીમાંથી તપાસ કરાવી. ત્યારે રૂમમાં પતિ-પત્નીની લાશ ફાંસી પર લટકતી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ દરવાજો ખોલતા બાળકોના પણ મૃતદેહ મળી આવ્યા હતા.

જીતેન્દ્ર અને તેની પત્ની
જીતેન્દ્ર અને તેની પત્ની

ફોનની ઘંટડી વાગતી હતી
બીજી બાજુ સમગ્ર ઘટનાક્રમ બાદ પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો આ માહિતી મળતા જ કાંકેર પહોંચ્યા હતા. પોલીસે મૃતક જિતેન્દ્રના ફોનની તપાસ કરી તો માલુમ પડ્યું કે તેણે છેલ્લે તેની બહેન સાથે રાત્રે 9:21 વાગે વાત કરી હતી. તે સમયે તેણે બહેનને કહ્યું હતું કે તે અમે ઊંઘી રહ્યા છીએ બાદમાં વાત કરીએ.

ભોજન લેતી વખતે ઝેર આપ્યાની આશંકા
પોલીસે તપાસમાં લોજના રૂમમાં ક્યાય ઝેરની બોટલ મળી ન હતી. એવી આશંકા છે કે બાળકોને જ્યારે ભોજન માટે લોજ બહાર લઈ જવામાં આવ્યા તે સમયે આ ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પથારીમાં લાવી ઊંઘાડી દીધા હશે. જ્યારે આત્મહત્યા માટે અગાઉથી સાથે લાવેલા દોરડાને પંખા સાથે બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ પતિના હાથને પત્નીએ પાછળથી બાંધ્યા હશે અને પછી પતિએ પણ પત્નીના હાથને પાછળ બાંધી દીધા હશે, કારણ કે પતિના બાંધવા માટે ગાંઠ ઢીલી હતી અને પત્નીના બાંધવામાં આવેલા હાથની ગાંઠ મજબૂત હતી તેના આધારે આ અંદાજ લગાવી શકાય છે.

અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કરેલો
આ કેસમાં પોલીસે જિતેન્દ્રના ભાઈ પ્રવીણ દેવાંગને પણ વાત કરી છે. પ્રવીણ કહ્યું કે તેમનો ભાઈ દેવાથી પરેશાન હતો. તેણે કેટલાક વર્ષ અગાઉ એક પ્લાન્ટ લીધો હતો. જેના માટે દેવુ કહ્યું હતું. ત્યારબાદ લોકડાઉન લાગતા નોકરી જતી રહી હતી. બેરોજગારી વચ્ચે દેવાનો બોજ વધી ગયો. વર્ષ 2021માં દિવાળીના સમયે તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પણ નાના ભાઈએ દેવુ ભરવા માટે રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા. પણ આ રકમ અન્ય કોઈ જગ્યાએ ખર્ચ કરી દીધી હતી. ત્યારબાદ મિલ્ક પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના નાના ભાઈની માહિતી પ્રમાણે દેવાના દબાણને લીધે ભાઈ સહિત સમગ્ર પરિવારે આત્મહત્યા કરી લીધી.