તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Children Of Kharhari Village Do Not Know What Holi Is, Neither They Have Played Nor Have They Seen The Festival; Festival Not Celebrated For 100 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધવિશ્વાસના કારણે હોળી પર પ્રતિબંધ:છત્તીસગઢના ખરહરીમાં ગ્રામજનો હોળીના પર્વથી અજાણ, ઉજવણી કરી તો મહામારી ફેલાવાની માન્યતા; 100 વર્ષથી તહેવાર ઉજવ્યો નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ કહ્યું- હોળીની ઉજવણી કરી તો મહામારી ફેલાઈ જશે અને જો હોલીકા દહન કર્યું તો આખ ગામમાં આગ પ્રસરી જશે
  • બહારના ગામથી આવેલી વધુઓ પણ હોળીની ઉજવણી નથી કરી શકતી

હોળીનો ઉલ્લેખ થતા જ રંગ-ગુલાલ, પિચકારી અને ફાગ-ગીતો નજર સમક્ષ આવે છે. પરંતુ છત્તીસગઢના કોરબા જિલ્લાના ખરહરી ગામમાં લોકોની વિચારસરણી કઈક અલગ છે. અહીંયાના બાળકો દિવાળી, રક્ષાબંધન, નવરાત્રિ-દશેરા જેવા વિવિધ પર્વોની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે, પરંતું તેમને હોળી શું છે અને કેવી રીતે ઉજવાય છે? તેની જરાય પણ ખબર નથી. દેશના મોટાભાગના બાળકો પિચકારી અને પાણી ભરેલા ફુગ્ગાઓ વડે હોળીના પર્વની અનેરી મજા માણતા હોય છે. પરંતુ આ વિસ્તારના બાળકોએ અત્યાર સુધી પિચકારી અને રંગોને હાથ પણ લગાવ્યો નથી.

હોલિકા દહન કરીશું તો આખું ગામ આગમાં રાખ થશેઃ ગ્રામજનો ગામની છેલ્લી 3 પેઢીના આવા જ હાલ છે. ગામમાં હજુ સુધી હોલિકા દહન નથી થતું અને બીજા દીવસે રંગોથી ઉજવણી પણ કરાતી નથી. 100 વર્ષ કે તેથી પણ વધુના સમયથી અહીંયાના લોકો અંધવિશ્વાસના પગલે હોળી પર્વની ઉજવણી કરી રહ્યા નથી. ગામડાના લોકોનું માનવું છે કે અગર રંગોથી તહેવારને ઉજવવામાં આવ્યો તો બિમારી અથવા મહામારી ફેલાઈ જશે અને જો હોલિકા દહન કરાયું તો આખું ગામ આગમાં હોમાઈ જશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અંધવિશ્વાસ દૂર કરવા જાગૃતિ ફેલાવીશું: ડૉ. દિનેશ મિશ્રા
જેના પગલે ગામની દુકાનોમાં પણ હોળીને લગતી કોઈપણ ચીજવસ્તુઓનું વેચાણ કરાતું નથી. છત્તીસગઢના અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ ડૉ. દિનેશ મિશ્રાએ કહ્યું હતું કે ગ્રામીણ લોકો અંધવિશ્વાસના કારણે હોળીના પર્વની ઉજવણી નથી કરી રહ્યા અને પૂર્વજો દ્વારા કહેલી દંતકથાઓના આધારે હોળીના તહેવારને ન ઉજવવાની પરંપરાનું પાલન કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની ટીમ ગામમાં જશે અને લોકોમાં જે અંધવિશ્વાસ પ્રસરેલો છે, તેને દૂર કરી જાગૃતિ ફેલાવશે.

ગામમાં લગ્ન કરીને આવેલી વધુઓએ પણ ક્યારેય હોળી ઉજવી નથી
28 વર્ષીય ફૂલેશ્વરી બાઈ યાદવ પણ લગ્ન કરીને ગામમાં આવી હતી. તેણીએ જણાવ્યું હતું કે, હું મારા પીયર હતી, ત્યાં હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરતી હતી અને રંગોથી પણ રમતી હતી. પરંતુ લગ્નપછી અહીંયા આવતાની સાથે મેં એકપણ વખત હોળીનો પર્વ ઉજવ્યો નથી. અહીંયાથી જો કોઈ યુવતિ લગ્ન કરીને બીજા ગામમાં જાય છે, તો તે હોળીના પર્વને ઉજવી શકે છે. પરંતું તે જો પાછી ખરહરી ગામમાં પ્રવેશે તો હોળીના પર્વને નથી ઉજવી શકતી. વધુમાં તેણીએ જણાવ્યું કે ગામમાં ખાલી હોળી ઉજવાતી નથી, પરંતુ આ દીવસે દરેકના ઘરે અવનવી વાનગીઓ તો બને જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો