ઉત્તરપ્રદેશનાં બારાબંકીમાં 12 વર્ષના માસુમ સાથે દુર્ઘટના સર્જાઈ હતી. આ બાળક જાંબુ તોડવા માટે ઝાડ પર ચઢ્યો હતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવવાથી તે ઝાડ પરથી નીચે પડી ગયો હતો. તે નજીકની દીવાલ પર પડતાં જ દિવાલમાં રહેલા સળિયો માસુમના શરીરની આર-પાર થઈ ગયો હતો. શરીરમાં સળિયો ફસાઈ જવાથી તે તડપી રહ્યો હતો. ગંભીર હાલતમાં તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો.
જાંબુનાં ઝાડ પરથી નીચે પડી ગયો હતો
આ ઘટના બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગૌલા ગામની છે. અહીંનો રહેવાસી રામપાલ (12 વર્ષ)એ શનિવારે સાંજે કેટલાક મિત્રો સાથે જાંબુ તોડવા ગયો હતો. તે ઝાડ પર ચડીને જાંબુ તોડી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો. જેના કારણે તે ઝાડ પરથી નીચે પડી ગયો હતો. નીચે પડતી વખતે તે નજીકની દિવાલમાં લગાવેલા સળીયામાં ફસાઈ ગયો હતો. જેથી આ દુર્ઘટનામાં હાથની બાજુથી સળીયો તેના શરીરના આર-પાર થઈ ગયો હતો.
લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરવામાં આવ્યો સળીયો આરપાર થઈ જતા માસુમ તડપી રહ્યો હતો. જેના કારણે મિત્રો વચ્ચે ખળભળાટ મચી ગયો હતો. મિત્રોએ આ બાબતે પરિવારજનોને જાણ કરી હતી. અફરા-તફરીમાં સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ કોઈક રીતે દિવાલ સાથેનો સળીયો કાપી નાખ્યો હતો. આ પછી, તેની શરીરમાં ફસાયેલા સળિયા સાથે જ તેને એમ્બ્યુલન્સ દ્વારા બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.