તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Chief Scientific Adviser Said That 30 Groups Of The Country Are Working To Make Corona Vaccine, This Is A Very Dangerous Job.

કોરોના પર સરકાર:મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું- કોરોનાની વેક્સીન બનાવવા માટે દેશના 30 ગ્રુપ કામ કરી રહ્યા છે, આ ખૂબ જોખમી કામ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થયા બાદ કોલકાતા એરપોર્ટની તસવીર - Divya Bhaskar
ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થયા બાદ કોલકાતા એરપોર્ટની તસવીર
  • નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય વીકે પોલે કહ્યું- કોરોનાવાયરસ સામે દવાઓથી જ લડાઇ જીતી શકાશે
  • તેમણે કહ્યું કે આપણા દેશની ફાર્મા ઇન્ડસ્ટ્રી તેમજ ટેક્નિકલ સંસ્થાન સક્ષમ છે અને અમને તેમના પર ભરોસો છે

કોરોનાવાયરસ અંગે ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામા આવી હતી. તેમાં નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ફોર રિસર્ચ અને ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પણ સામેલ થયા હતા. નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું કે કોરોના વિરુદ્ધ આપણે દવાઓથી જ લડાઇ જીતી શકીશુ. આપણા દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી સંસ્થાનો તેમજ ફાર્મા ઇન્ડસ્ટ્રૂ ખૂબ મજબૂત છે. 

બીજી તરફ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને પ્રોફેસર કે. વિજય રાઘવને જણાવ્યું કે આપણે વેક્સીન તૈયારીમાં લાગેલા છીએ. તેમાં એમઆરએ વેક્સીન: વાયરસનું જેનેટિક મટેરિયલ લઇને તૈયાર કરવામા આવે છે. સ્ટાન્ડર્ડ વેક્સીન: વાયરસનું એક નબળું વર્ઝન લેવામા આવે છે, તે ફેલાય છે પણ તેનાથી બીમારી નથી થતી. ત્રીજું કોઇ અન્ય વેક્સીનમાં આ વાયરસનો પ્રોટીન નાખીને વેક્સીન તૈયાર કરવામા આવે છે. તેની સાથે એક વાયરસના સ્ટ્રીકથી પણ વેક્સીન તૈયાર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. 

ચાર રીતે વેક્સીન તૈયાર થઈ રહી છે

  • વિજય રાઘવને કહ્યું કે આપણી કંપનીઓ તે અંગે રિસર્ચના કામમા લાગી ગઇ છે. ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ પણ કાર્ય કરી રહી છે. દેશમાં 30 એવા ગ્રુપ છે જે દવા બનાવવા માગે આગળ આવ્યા છે. આ એક જોખમી પ્રક્રિયા છે. આપણે એક વૈશ્વિક સ્તરે થઇ રહેલા પ્રયત્નોનો ભાગ છીએ.
  • કેટલીક કંપનીઓ આ વર્ષના અંત ભાગ સુધી તો કેટલાક આગામી વર્ષના ફેબ્રુઆરી સુધી વેક્સીન તૈયાર કરી શકે છે. અમારી વેક્સીન કંપનીઓ વિશ્વની અન્ય કંપનીઓ સાથે મળી કામ કરી રહી છે, જેમાંથી કેટલાકમાં અમે લીડ કરી રહ્યા છીએ તો કેટલાકમાં અન્ય દેશ લીડ કરી રહ્યા છે, અમે તેનો હિસ્સો છીએ.

સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે કે અમે કેવી રીતે કામ કરી રહ્યા છીએ

નીતિ આયોગના આરોગ્ય સ્ય વીકે પોલે જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં વેક્સીન અને દવાઓથી જ જીતશું. આપણા દેશના વૈજ્ઞાનિકો અને તકનિકી સંસ્થાઓ તથા ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ખૂબ જ મજબૂત છે. ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને ફાર્મા ઓફ ધ વર્લ્ડ કહે છે. આપણા દેશમાં તૈયાર થતી દવાઓ અને વેક્સીન સમગ્ર વિશ્વમાં જાય છે. સમગ્ર વિશ્વ એ જોઈ રહ્યું છે કે કેવી રીતે આપણે જૂની જવાઓનો ઉપયોગ કરી આ મહામારીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.આ સાથે અમે દવાઓ માટે સંશોધન પણ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ ગત સંબોધનમાં વૈજ્ઞાનિકો અને યુવાઓને કહ્યું હતું કે તે દવાઓ અને વેક્સીન શોધે. તે દેશ ઉપરાંત સમગ્ર માનવતા માટે છે.

અન્ય સમાચારો પણ છે...