• Gujarati News
  • National
  • The Chief Minister's Residence Was Threatened With A Bomb Blast, Security Was Beefed Up

ઉત્તર પ્રદેશ:મુખ્યમંત્રી નિવાસ સ્થાનને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળી, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

લખનઉએક વર્ષ પહેલા
UPમાં યોગીના નિવાસ સહિત મહત્વના સ્થળોને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવા ધમકી મળ્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે
  • ધમકી બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની સુરક્ષા વધારવામાં આવી
  • અન્ય મહત્વના સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના નિવાસ સ્થાન અને અન્ય મહત્વના સ્થળોને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પ્રકારની ધમકી કોલ સેન્ટર પર આપવામાં આવી છે. સ્થાનિક વહિવટી તંત્રએ આ ધમકીને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી નિવાસ સ્થાન 5, કાલીદાર્સ માર્ગની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. બોમ્બ નિષ્ક્રીય દળ તથા ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ આદિત્યનાથને ધમકી મળી હતી 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મુંબઈના એક યુવકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. UP પોલીસને ધમકી આપનાર કામરાન નામના યુવકની મહારાષ્ટ્ર ATS અને UP ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કામરાનની ધરપકડ બાદ ઉત્તર પ્રદેશ પોલીસની સોશિયલ મીડિયા હેલ્પ ડેસ્કને વધુ એક નવી ધમકી મળી છે. ધરપકડ કરવામાં આવેલા યુવકને છોડી મુકવા અથવા તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 22 મેના રોજ લખનઉ પોલીસ હેડ ક્વોટરમાં કામ કરનારી સોશિયલ મીડિયા હેલ્પ ડેસ્ક પર ફોન કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી આદિત્ય નાથને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલને લઈ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...