• Gujarati News
  • National
  • The Chief Minister Said '1000 Crore Scam Is Not Possible, Action Was Taken As If I Am Going To Leave The Country'

સોરેનને EDની પૂછપરછ...100 સવાલોનું લિસ્ટ તૈયાર:મુખ્યમંત્રી બોલ્યા- '1000 કરોડનો ગોટાળો સંભવ નથી, કાર્યવાહી એવી કરી કે જાણે હું દેશ છોડવાનો છું'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગેરકાયદેસર ખનન મામલે EDની મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ ચાલુ છે. મુખ્યમંત્રીને પૂછપરછ માટે 100 સવાલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એના માટે કાયદેસર દિલ્હીથી ઓફિસરોની ટીમ રાંચી પહોંચી છે. આ સવાલોમાં 1000 કરોડનો ગેરકાયદેસર ખનનનો મામલો, મની લોન્ડ્રિંગ સંબંધિત સવાલ કરવામાં આવશે.

EDની પૂછપરછ પહેલાં સોરેને ED, કેન્દ્ર સરકાર અને રાજ્યપાલને ઘેર્યા છે. સોરેને પોતાના પર લાગેલા આરોપોને ખોટા બતાવ્યા છે. તેમણે કહ્યું કે એવા સમન્સ મોકલવામાં આવે છે જેમ કે હું દેશ છોડીને જતો રહેનારો છું.

સોરેને કેન્દ્ર પર સરકાર પાડવા ષડ્યંત્ર રચવાના આરોપ લગાવ્યા છે. રાજ્યપાલને ઘેરતા તેમણે કહ્યું કે તેઓ ષડ્યંત્ર રચનારાને સાથ આપી રહ્યા છે.

રાજ્યપાલના મૌન પર ઉઠાવ્યા સવાલ
મુખ્યમંત્રીએ સમગ્ર મામલામાં રાજ્યપાલ રમેશ બૈસના મૌન પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ચૂંટણીપંચ તરફથી મોકલાવેલી ચિઠ્ઠી પર રાજ્યપાલ હજુ સુધી મૌન છે. કેટલીય વાર કહેવા છતાં આ બાબતે કોઇ જાણકારી આપવામાં નથી આવી. મને મીડિયા દ્વારા જાણવા મળે છે કે તેમણે આના પર ફરીથી અભિપ્રાય માગ્યો છે. CMએ રાજ્યપાલ પર સરકારની વિરુદ્ધ ષડ્યંત્ર કરનારાને સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો છે.

આટલો મોટો ગોટાળો સમજની બહાર છે
સોરેને કહ્યું કે ગેરકાયદેસર ખનન મામલે મને બોલાવવામાં આવ્યો છે. 1000 કરોડના ગોટાળાની જે વાત આવી રહી છે, તે ક્યારેય સંભવ લાગતું નથી. આનો આધાર કેવી રીતે બન્યો એ સમજથી દૂર છે. આટલા મોટા ગોટાળા માટે કેટલું ખનન થાય તે વિચારવાની જરૂર છે. આ આરોપ કોઇ રીતે શક્ય નથી. એજન્સીઓને પૂરી જાણકારી હોવી જોઇએ.

સરકારને અસ્થિર કરવાની કોશિશ
CMએ કહ્યું કે સમન્સની એવી કાર્યવાહી ચાલી રહી છે કે હું દેશ છોડીને ભાગી જઇશ. હેમંત સોરેને કહ્યું કે આ બધું સરકારને અસ્થિર કરવાની કોશિશ છે. ચૂટણીપંચ દ્વારા મોકલેલું કવર આજ સુધી રાજ્યપાલે ખોલ્યું નથી. રાજ્યપાલ સરકાર પાડવાની કોશિશમાં લાગેલા લોકોને સંરક્ષણ આપી રહ્યા છે.

વિધાયકોના ઘરે પડશે રેડ
સરકાર પાડવાના ષડ્યંત્રના આરોપ લગાવતા CM સોરેને કહ્યું છે કેઆવનારા દિવસોમાં સત્તાધારી પક્ષના વિધાયકોને ઘેર પડશે. મને તેની જાણકારી મળી છે. તપાસ એજન્સીઓનો અમને પરેશાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સરકાર બન્યા પછી તેને પાડવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે.

ED ઓફિસ, રાજભવન અને BJP ઓફિસની સુરક્ષા વધારી
પૂછપરછને લઇને EDઓફિસની સુરક્ષા વધારી દીધી છે. મુખ્યમંક્ષી પૂછપરછ માટે પટના અને દિલ્હી કાર્યાલયથી BJPના વરિષ્ઠ ઓફિસરો રાંચી પહોંચ્યા છે. સાથે જ રાજભવન અને BJP ઓફિસની સુરક્ષા સખ્ત કરવામાં આવી છે. આ બાજુ હિનૂ ચોકથી હોટલ ગ્રીન એકર્સ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુરક્ષાનો સખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

EDએ બીજી વાર સમન્સ મોકલીને મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ આની પહેલાં 3 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ હેમંત સોરેને પોતાના વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપી થોડા સમયની માંગણી કરી હતી. ત્યાર બાદ EDને આજે, એટલે 17 નવેમ્બરનો સમય આપ્યો હતો.

ગેરકાયદેસર ખનન અને મનીલોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ
હેમંત સોરેનના તાર ગેરકાયદેસર ખનન અને મનીલોન્ડ્રિંગ સાથે જોડાયેલાનો આરોપ છે. 8 જુલાઇના EDએ હેમંતના નજીકના પંકજ મિશ્રાના ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી એજન્સીઓને હેમંત સોરેનની બેન્ક પાસબુક, સાઇન કરેલા બે ચેક અને ચેકબુક મળી છે. સપ્ટેમ્બરમાં ચાર્જશીટ કરતા EDએ બતાવ્યું કે તપાસમાં તેમને ગેરકાયદેસર ખનનમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુની હેરાફેરી થવાના સબૂત મળ્યા છે.

હજુ સુધી EDને 5.34 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. બેન્કમાં જમા 13.32 કરોડ રૂપિયા ફ્રીજ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં 30 કરોડનું એક જહાજ પણ જપ્ત કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ જહાજનો ઉપયોગ ગેરકાયદેસર ખનન દ્વારા નિકાળવામાં આવેલા પથ્થરોને લઇ જવામાં કરવામાં આવતો હતો. EDએ પોતાની ચાર્જશીટમાં લખ્યું છે કે પંકજ મિશ્રા ગેરકાયદેસર ખનનમાં સામેલ છે અને તેણે મુખ્યમંત્રીના કહેવા પર કરોડો રૂપિયાની હેરાફેરી કરી. આ મામલામાં પંકજ મિશ્રાની સાથે-સાથે બચ્ચુ યાદવ અને પ્રેમપ્રકાશને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા છે.

JMM કાર્યકર્તાઓનું એકજૂથ
મુખ્યમંત્રી હેમંત સોરેનને EDની સમક્ષ હાજર થવાને લઇને ઝારખંડ મુક્તિ મારચાના કાર્યકર્તાઓનું રાંચીના મોહરાબાદી મેદાનમાં કાલે સાંજથી એકઠા થવાનું શરૂ થઇ ગયું હતું. એની પહેલાં જ્યારે EDએ 3 નવેમ્બરે CM હેમંત સોરેનને પૂછપરછ માટે બોલાવ્યા હતા, તે સમયે પણ કાર્યકર્તાઓનો સમૂહ CM આવાસ પહોંચ્યો હતો. CM સેરેને તે વખતે કાર્યકર્તાને સંબોધિત કરતા ખુલ્લો પડકાર આપ્યો હતો કે હિંમત હોય તો ED મને ગિરફ્તાર કરી બતાવે.

પાર્ટી કાર્યકર્તાઓનો જમાવડાને લઇને પાર્ટી પ્રવક્તા અને રાજ્યસભા સંસદ મહુઆ માજીએ ક્યું- રાજ્યભરમાંથી JMM કાર્યકર્તા મોરહાબાદ મેદાન પહોંચી રહ્યા છે. બધા 1932ના ખતિયાન અને OBC આરક્ષણને લઇને CMના પ્રતિ પોતાનો આભાર માનવા ઇચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...