• Gujarati News
  • National
  • The Chemical Was Purchased From Amazon For The Pulwama Attack, Compromising National Security

ઈ-કોમર્સ કંપનીઓના ગોરખધંધા:પુલવામા હુમલા માટે એમેઝોન પરથી કેમિકલ ખરીદાયું હતું, રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુલવામા હુમલાની ફાઇલ તસવીર - Divya Bhaskar
પુલવામા હુમલાની ફાઇલ તસવીર
  • એમોનિયમ નાઈટ્રેટ વેચવા છતાં એમેઝોન સામે કેસ ના નોંધાયો: CAIT

કન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સે (સીએઆઈટી-કેટ) દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન પર ગંભીર આરોપ લગાવ્યો છે. કેટે એક નિવેદનમાં કહ્યું છે કે, વર્ષ 2019માં થયેલા પુલવામા આતંકી હુમલામાં આતંકીઓ સુધી પહોંચેલુ કેમિકલ એમેઝોન પરથી ખરીદાયું હતું. એમોનિયમ નાઈટ્રેટ નામના આ કેમિકલનો ઉપયોગ આતંકીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ તૈયાર કરવા કર્યો હતો. એટલું જ નહીં, એમેઝોન વેબસાઈટ પર મારિજુઆના અને ગાંજા જેવા પદાર્થોનું વેચાણ થવું પણ સામાન્ય બાબત છે. પુલવામા હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. આ હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી હતી. એ

મેઝોને આતંકીઓ દ્વારા ખરીદેલા કેમિકલની ડિટેઈલ્સ પણ તપાસ એજન્સીઓને સોંપી હતી. બાદમાં એમેઝોનની મદદથી તપાસ એજન્સીઓએ બે આતંકીની ધરપકડ પણ કરી હતી. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહા સચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું છે કે, એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરાઈ, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે પુલવામા હુમલાને અંજામ આપવા માટે એમેઝોન પરથી આઈઈડી, બેટરી અને બીજો સામાન પણ ખરીદાયો હતો.

ફોરેન્સિક તપાસમાં માલુમ પડ્યું હતું કે, આ હુમલામાં એમોનિયમ નાઈટ્રેટ, નાઈટ્રોગ્લિસરિનનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ મામલો દબાવી દેવાયો અને આવા પદાર્થોના વેચાણ બદલ એમેઝોન સામે કોઈ જ કાર્યવાહી ના કરાઈ. નોંધનીય છે કે, કેટ 2016થી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચોક્કસ કાયદા અને નિયમોની માંગ કરે છે, પરંતુ આ દિશામાં હજુ સુધી ઠોસ પગલાં નથી લેવાયા કારણ કે, તેનાથી મોટી કંપનીઓના બિઝનેસ પર અસર થઈ શકે છે.

એમોનિયમ નાઈટ્રેટ 2011થી ભારતમાં પ્રતિબંધિત છે
ભરતિયા અને ખંડેલવાલે દાવો કર્યો છે કે, વિસ્ફોટક અધિનિયમ 1984 હેઠળ એમોનિયમ નાઈટ્રેટ 2011માં પ્રતિબંધિત કરાયું હતું. આ સાથે ભારતમાં તેના ઉત્પાદન અને ખુલ્લા બજારમાં વેચાણ પર પ્રતિબંધ મૂકવા એક જાહેરનામું પણ બહાર પડાયું હતું. આ પહેલા 2006માં વારાણસી અને માલેગાંવમાં તેમજ 2008માં દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં પણ એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...