તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Chairperson And Four Members Of The Parliamentary Committee Considering The Data Protection Bill Are Now Ministers.

કેબિનેટ વિસ્તારની સાઈડ ઈફેક્ટ:ડેટા પ્રોટેક્શન બિલ પર વિચારણા કરી રહેલી સંસદીય સમિતિનાં ચેરપર્સન અને ચાર સભ્ય હવે મંત્રી... કાયદો અટક્યો

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોદી મંત્રીમંડળના પ્રથમ મોટા વિસ્તરણથી આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયા કંપનીઓ અને ઈકોમર્સ કંપનીઓ ખુશ થઈ રહી છે. આ ફેરબદલથી તેમના રસ્તા આડેના અનેક કાંટા હાલ પૂરતા ટળી ગયા છે.સૌથી વધુ ફાયદો ડેટા પ્રોટેક્શન કાયદાને થયો છે તે હવે અભરાઈએ ચઢી ગયો છે.

આ બિલ અંગે વિચારણા કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિના ચેરપર્સન મીનાક્ષી લેખી અને અન્ય ચાર સભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. બે સભ્ય તો આઈટી મંત્રાલયમાં જ કેબિનેટ અને રાજ્યમંત્રી બનાવાયા છે. આથી નવી સંસદીય પરિસ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર કોરોનાકાળમાં આ સમિતિએ મીનાક્ષી લેખીના વડપણ હેઠળ વિધેયકનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો. પરંતુ રિપોર્ટ સમિતિના સભ્યો સમક્ષ આવ્યો નથી. ટેકનિકલ રીતે કહીએ તો રિપોર્ટ તૈયાર થયો નથી.

સંસદીય પરંપરા અનુસાર સમિતિના નવા ચેરમેનની નિમણૂંક થશે. ચાર નવા સભ્યો બનાવાશે. નવા ચેરમેન હાલના રિપોર્ટને યથાવત્ સ્વીકારશે નહીં. સમિતિની પ્રક્રિયા નવેસરથી શરૂ થશે આથી સ્વાભાવિક છે કે આ કામ ચોમાસુ સત્ર પૂરું થાય ત્યાં સુધી થઈ શકશે નહીં. કમિટીના સભ્ય કોંગ્રેસના મનીષ તિવારીએ ભાસ્કરને કહ્યું કે અમારી મહેનત પર પાણી ફેરવી દેવાયું છે. બીજેડીના ભર્તૃહરિ મહેતા, રાજીવ ચંદ્રશેખર, અશ્વિની વૈષ્ણવ, વિવેક તનખા દરેક બેઠકમાં સામેલ થયા હતા. વિધેયક તૈયાર પણ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...