તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Ceremony Will Start At 3 Am Tomorrow, The Doors Will Open At 4.30 Am, Raval And Dharmadhikari Reached Badrinath With A Palanquin

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂલોથી સુશોભિત બન્યું બદ્રીનાથ ધામ:કાલે સવારે 3 વાગ્યે વિધિ શરૂ થશે, 4.30 વાગ્યે કપાટ ખુલશે, રાવલ અને ધર્માધિકારી પાલખી સાથે બદ્રીનાથ પહોંચ્યા

9 મહિનો પહેલાલેખક: શશિકાંત સાલ્વી
 • કૉપી લિંક
બદ્રીનાથજીની પૂજા કરવાનો અધિકાર માત્ર રાવલને હોય છે. બદ્રીનાથના રાવલ શંકરાચાર્યના કુટુંબથી જ હોય છે. - Divya Bhaskar
બદ્રીનાથજીની પૂજા કરવાનો અધિકાર માત્ર રાવલને હોય છે. બદ્રીનાથના રાવલ શંકરાચાર્યના કુટુંબથી જ હોય છે.
 • રિષિકેષની બદ્રીનાથ પુષ્પ સેવા સમિતિ દ્વારા બદ્રીનાથ ધામને સુશોભિત કરવામાં આવ્યું છે
 • બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા બાદ માતા લક્ષ્મીને પરિસર સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે

શુક્રવારે સવારે 3 વાગ્યાથી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. 4.30 વાગ્યે કૃષ્ણ અષ્ટમી તિથિ ધનિષ્ટા નક્ષત્રમાં બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે ગુરૂવારે પાંડુકેશ્વરથી રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદરી અને ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ સાથે આદિગુરૂ શંકરાચાર્યની ગાદી, ઉદ્ધવજી, કુબેરજીની ડોલી, ગાડૂ ઘડી મતલબ કે તલના તેલના કળશ બદ્રીનાથ ધામ પહોંચી ગયા છે. રિષિકેષની શ્રી બદ્રીનાથ પુષ્પ સેવા સમિતિ દ્વારા 10 ક્વિન્ટલથી વધુ ફૂલોથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. 

ગુરૂવારે સવારે રાવલ ઇશ્વરપ્રસાદ નંબૂદરી અને ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ પાંડુકેશ્વરથી બદ્રીનાથ જવા રવાના થયા હતા
ગુરૂવારે સવારે રાવલ ઇશ્વરપ્રસાદ નંબૂદરી અને ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ પાંડુકેશ્વરથી બદ્રીનાથ જવા રવાના થયા હતા

યાત્રામાં સામેલ દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું
આ વર્ષે લોકડાઉનના કારણે પાંડુકેશ્વરથી બદ્રીનાથ યાત્રામાં રાવલ નંબૂદરી, ધર્માધિકારી, ડિમરી પંચાયતના પ્રતિનિધિ, સીમિત સંખ્યામાં હોદ્દેદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું અને માસ્ક પહેર્યા. આ વખતે લામ બગડ અને હનુમાન ચટ્ટી ક્ષેત્રમાં આ દેવ ડોલીઓએ વિશ્રામ નકર્યો અને કોઇ જગ્યાએ ભંડારાનું પણ આયોજન ન થયું. બદ્રીનાથ ધામ પહોંચીને ભગવાન બદ્રીવિશાલના જન્મસ્થળ લીલા ઢૂંગીમાં રાવલ નંબૂદરી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. 

સવારે 3 વાગ્યાથી કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ જશે
ડો. ગૌડે જણાવ્યું કે કાલે સવારે 3 વાગ્યાથી કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. કુબેરજી, ઉદ્દવજી ગાડૂ ઘડા દક્ષિણ દ્વારથી મંદિર પરિસરમાં રાખવામાં આવશે. ત્યારબાદ રાવલ, ધર્માધિકારી, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કપાટ ખોલવા હેતૂની પ્રક્રિયા શરૂ થશે. 4.30 વાગ્યે કપાટ ખોલી દેવામાં આવશે. કપાટ ખોલ્યા બાદ લક્ષ્મી માતાને પરિસર સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ વર્ષે કોરોનાના કારણે લોકડાઉન છે. જોશી મઠના SDM કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર કપાટ ખોલતા સમયે લગભગ 30 લોકો જ ઉપસ્થિત રહેશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો