તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Centre's Major Decision In A Tense Situation With China; The Air Force Will Get 82 Tejas Aircraft, A Deal Worth Rs 48,000 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આગેકૂચ:ચીન સાથે તણાવભરી સ્થિતિ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય; વાયુસેનાને મળશે 82 તેજસ વિમાન, 48 હજાર કરોડની ડીલને કેન્દ્રની લીલીઝંડી

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
તેજસ હવાથી હવામાં અને હવાથી જમીન પર મિસાઈલ છોડવા સક્ષમ છે (ફાઈલ ફોટો) - Divya Bhaskar
તેજસ હવાથી હવામાં અને હવાથી જમીન પર મિસાઈલ છોડવા સક્ષમ છે (ફાઈલ ફોટો)

ચીન સાથે સરહદ પર તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય વાયુસેનાના કાફલામાં ટૂંક સમયમાં 83 જેટલા તેજસ વિમાનોને સામેલ કરવામાં આવશે. આજે સુરક્ષા બાબતો અંગેની કેબિનેટ કમિટી (CCS)એ લડાકુ વિમાન તેજસની આશરે 48 હજાર કરોડની એક સમજૂતીને લીલીઝંડી આપી દીધી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ CCSની બેઠકમાં આ સમજૂતીને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશની વાયુસેનાને મજબૂત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ડીલ સંરક્ષણ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થશે.

તેજસ વિમાનની વિશેષતાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ હવાથી હવામાં તથા હવાથી જમીન પર મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે. તેમા એન્ટીશિપ મિસાઈલ, બોમ્બ તથા રોકેટ પણ લગાવી શકાય છે. તેજસ 42 ટકા કાર્બન ફાઈબર, 43 ટકા એલ્યુમિનિયમ એલોઈ અને ટાઈટેનિયમથી બનેલું છે.

તેજસ ચોથી સ્વદેશી પેઢીનું ટેલલેસ કમાઉન્ડ ડેલ્ટા વિંગ વિમાન છે. તે ચોથી પેઢીના સુપરસોનિક લડાકૂ વિમાનોના કાફલામાં સૌથી હલકુ અને સૌથી નાનું વિમાન છે. ભારતીય વાયુસેનાએ તેજસ વિમાનોને પાકિસ્તાન સરહદ પર ગોઠવ્યા છે.

આ ડીલ ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવશે
તેજસ ડીવ અંગે રાજનાથ સિંહે કહ્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અગાઉથી જ તેના નાસિક તથા બેંગ્લુરુ ડિવિઝનમાં બીજી હરોળની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરેલી છે. HAL LCA-MK 1A ઉત્પાદન ભારતીય વાયુસેનાને આપશે.

તેમણે કહ્યું કે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી LCA વ્યવસ્થાનો વ્યાપક વિસ્તરણ કરી શકાશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે PM મોદીના વડપણ હેઠળની CCSએ આજે ઐતિહાસ રીતે સૌથી મોટી સ્વદેશી સંરક્ષણ ડીલને મંજૂરી આપી છે. આ ડીલ રૂપિયા 48 હજાર કરોડની છે. તેને લીધે આપણી વાયુસેનાને મોટી તાકાત સ્વદેશી LCA તેજસ મારફતે મજબૂતી મળશે. તે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ માટે આ ડીલ ગેમચેન્જર સાબિત થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser