• Gujarati News
  • National
  • The Central Government Should Reconsider The India Pakistan Match In Protest Of The Attack

કેન્દ્રીયમંત્રી ગિરિરાજની માગ:હુમલાના વિરોધમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે કેન્દ્ર સરકાર પુનઃવિચાર કરે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિરિરાજ સિંહ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગિરિરાજ સિંહ - ફાઇલ તસવીર

કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર સતત હુમલાને પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી ટી-20 વર્લ્ડ કપ મેચ રદ કરવાની માંગ ઊઠી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકીઓ કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. એટલે મારું માનવું છે કે, આ મેચ મુદ્દે સરકારે પુનઃવિચાર કરવો જોઈએ.

એટલું જ નહીં, પંજાબ સરકારના મંત્રી પરગટ સિંહે પણ કહ્યું છે કે, હાલના સંજોગોમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ના થવી જોઈએ. બંને દેશ તણાવના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. જો બંને વચ્ચે આવો જ તણાવ રહેશે, તો બંને દેશમાં ગરીબી પણ વધ્યા જ કરશે. આપણે શસ્ત્રો પર જેટલો ખર્ચ કરીશું, તેટલો ઓછો ખર્ચ આપણે શિક્ષણ પાછળ કરી શકીશું.

કાશ્મીરમાં પાણીપુરીની રેંકડી લગાવીને ગુજરાન ચલાવતા બાંકાના એક શ્રમિકની આતંકીઓએ હત્યા કરી હતી. તેના પિતા અને અન્ય પરિવારજનોએ પણ માંગ કરી છે કે, ભારતે પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ રદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...