• Gujarati News
  • National
  • The Central Government Has Banned 43 More Mobile Apps, Saying It Threatens The Country's Security

એપ સામે ફરી પગલા:સ્નેક વીડિયો સહિત ચીનની 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકાયો, મોટાભાગની ડેટિંગ એપ દેશની સુરક્ષા માટે ખતરો ગણાવાઈ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 224 એપ પર પ્રતિબંધ પછી કેન્દ્રનું વધુ એક આકરું પગલું

કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં મોટા ભાગની ડેટિંગ એપ છે. સરકારે આઈટી એક્ટની કલમ 69-એ હેઠળ આ એપ બ્લોક કરી દીધી છે. હવે ભારતીયો દેશમાં તેનો ઉપયોગ નહીં કરી શકે. સરકારે દેશના સાર્વભૌમત્વ, અખંડતા, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે ખતરો ગણાવીને આ એપ સામે કાર્યવાહી કરી છે.

43 એપ પ્રતિબંધિત કરાઈ
આ પહેલાં જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં પણ કેન્દ્ર સરકારે તબક્કાવાર કુલ 224 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ જે 43 એપ પ્રતિબંધિત કરાઈ છે તેમાં સ્નેક વીડિયો સહિત અલીબાબા ગ્રૂપની અનેક લોકપ્રિય એપ સામેલ છે. ટિકટોક પર પ્રતિબંધ પછી સ્નેક વીડિયો એપ ઝડપથી તેના વિકલ્પ તરીકે ઊભરી હતી. કેન્દ્ર સરકારને માહિતી મળી હતી કે આ એપ ભારત વિરુદ્ધ ગતિવિધિમાં સામેલ હતી. નોંધનીય છે કે આ પહેલાં સરકારે જૂનમાં ટિકટોક, હેલો સહિત 59, જુલાઈમાં 47 અને બીજી સપ્ટેમ્બરે પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેન્દ્રએ 4 વખત વિવિધ એપ્સ સામે પગલા ભર્યા

  • પ્રથમવાર સરકારે 29 જૂનના રોજ આજ કારણ દર્શાવીને 59 ચીનની એપ્સ પર બેન મૂક્યો હતો. આ નિર્ણય ગલવાન અથડામણ પછી લેવાયો હતો.
  • ત્યાર પછી 27 જૂલાઈના રોજ પણ 47 એપ પર બેન કર્યો હતો. લદ્દાખમાં તણાવ વધ્યા પછી અને ચીનના સૈનિકોની ઘૂસપેઠની કોશિશ પછી સરકારે આ નિર્ણય લીધો છે.
  • 2 સપ્ટેમ્બરના રોજ પબજી સહિત 118 એપ્સ બેન કરી હતી. પબજીને 17.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.
  • આજે ફરી 43 મોબાઈલ એપને બેન કરી છે. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે તેને જોખમી દર્શાવવામાં આવી છે.

આ 43 એપ્સ પર પ્રતિબંધ મુકાયો છે

1. અલી સપ્લાયર્સ

2. અલી બાબા વર્કબેંચ

3. અલી એક્સપ્રેસ-સ્માર્ટર શોપિંગ, બેટર લિવિંગ

4. અલીપે કેશિયર

5. લાલામોવ ઈન્ડિયા-ડિલીવરી એપ

6. ડ્રાઈવ વિથ લાલામોવ ઈન્ડિયા

7. સ્કેન વીડિયો

8. કેમકાર્ડ-બિઝનેસ કાર્ડ રિડર

9. કેમ કાર્ડ-BCR (વેસ્ટર્ન)

10. સોલ-ફોલો ધ સોલ ટુ ફાઈંડ યુ

11. ચાઈનીઝ સોશિયલ-ફ્રી ઓનલાઈન ડેટિંગ વીડિયો એપ એન્ડ ચેટ

12. ડેટ ઈન એશિયા-ડેટિંગ એન્ડ ચેટ ફોર એશિયન સિંગલ્સ

13. વીડેટ- ડેટિંગ એપ

14. ફ્રી ડેટિંગ એપ-સિંગલ, સ્ટાર્ટ યોર ડેટ!

15. એડોર એપ

16. ટ્રુલીચાઈનીઝ-ચાઈનીઝ ડેટિંગ એપ

17. ટ્રુલી એશિયન-એશિયન ડેટિંગ એપ

18. ચાઈનાલવઃ ડેટિંગ એપ ફોર ચાઈનીઝ સિંગલ્સ

19. ડેટ માઈએજઃ ચેટ, મીટ, ડેટ મેચ્યોર સિંગલ્સ ઓનલાઈન

20. એશિયન ડેટઃ ફાઈન્ડ એશિયન સિંગલ્સ

21. ફ્લર્ટ વિશઃ ચેટ વીથ સિંગલ્સ

22. ગાઈઝ ઓનલી ડેટિંગઃ ગે ચેટ

23. ટ્યુબિટઃ લાઈવ સ્ટ્રીમ્સ

24. વી વર્ક ચાઈના

25. ફર્સ્ટ લવ લાઈવ- સુપર હોટ લાઈવ બ્યુટીઝ લાઈવ ઓનલાઈન

26. રેલા-લેસ્બિયન સોશિયલ નેટવર્ક

27. કેશિયર વોલેટ

28. મેંગો ટીવી

29. એમજીટીવી-હૂમન ટીવી ઓફિશિયલ ટીવી એપ

30. વીટીવી-ટીવી વર્ઝન

31. વીટીવી-સીડ્રામા,કે ડ્રામા એન્ડ મોર

32. વીટીવી લાઈટ

33. લકી લાઈવ-લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ એપ

34. ટાઓબાઓ લાઈવ

35. કિંગટોક

36. આઈડેંટી વી

37 . આઈસોલેન્ડ2: એશેઝ ઓફ ટાઈમ

38. બોક્સસ્ટાર (અર્લી એક્સેસ)

39. હીરોઝ ઈવોલ્વ્ડ

40. હેપ્પી ફિશ

41. જેલિપોપ મેચ-ડેકોરેટ યોર ડ્રીમ આઈસલેન્ડ!

42. મંચકિન મેચઃ મેજીક હોમ બિલ્ડિંગ

43. કોનક્વિસ્ટા ઓનલાઈન-II

148 દિવસમાં 267 એપ્સ પ્રતિબંધિત કરવામાં આવી છે
15મી જૂનના રોજ ગલવાનમાં ઝપાઝપી થઈ હતી. ચીનને કડક સંદેશ આપવા અને તેની ઉપર દબાણ બનાવવા માટે સરકારે પ્રથમ વખત ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ 148 દિવસમાં 267 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે અને તે પૈકી મોટાભાગની એપ ચાઈનીઝ છે.

ટ્રમ્પે પણ ચીની એપ્સ બેન કરી હતી, પણ બાઈડને સ્થિતિ સ્પષ્ટ કરી નથી
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને 18 સપ્ટેમ્બરના રોજ વીચેટ અને ટિકટોક જેવી ચીની એપ્સને બેન કરી હતી. 20 સપ્ટેમ્બરથી આ નિયમ લાગૂ થઈ ગયો હતો અને 12 નવેમ્બરના રોજ સંપૂર્ણપણે એપ્સને બંધ કરવામાં આવી હતી, જોકે આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસન ઓક્ટોબરમાં પણ પ્રયાસ કરી રહ્યું હતું કે પ્રતિબંધ યથાવત રહે. જોકે, હવે ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ ચૂંટાયેલા બાઈડન આ મુદ્દે કયું વલણ અપનાવવું તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

અન્ય સમાચારો પણ છે...