તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Center Should Help The Army Build A Coward Center Like Guhar DRDO, Also Provide Adequate Oxygen.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી સરકારે સેના પાસે માગી મદદ:કેન્દ્ર પાસે ગુહાર- DRDO જેવા કોવિડ સેન્ટર બનાવવામાં સેના મદદ કરે, પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પણ આપવામાં આવે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
DRDOએ ગત વર્ષે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ સેન્ટર બનાવીને તૈયાર કર્યું હતું. જેને 12 દિવસથી ઓછા સમયગાળામાં જ તૈયાર કરી દિધું હતું. અહીં 200થી વધુ ICU બેડ્સ, ડોકટર્સ માટે અલગથી રૂમ, ફાર્મસી અને મેડિકલ લેબની પણ સુવિધા છે. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
DRDOએ ગત વર્ષે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ સેન્ટર બનાવીને તૈયાર કર્યું હતું. જેને 12 દિવસથી ઓછા સમયગાળામાં જ તૈયાર કરી દિધું હતું. અહીં 200થી વધુ ICU બેડ્સ, ડોકટર્સ માટે અલગથી રૂમ, ફાર્મસી અને મેડિકલ લેબની પણ સુવિધા છે. (ફાઈલ ફોટો)
  • દિલ્હીમાં છેલ્લાં ઘણાં દિવસથી રોજ 20 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે.
  • છેલ્લાં બે દિવસથી 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
  • આંશિક લોકડાઉન હોવા છતાં રાજધાનીની સ્થિતિ સુધરી નથી.

દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ બદતર બની રહી છે. દરરોજ 20 હજારથી વધુ સંક્રમિત મળી રહ્યાં છે. આ વચ્ચે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે. જેમાં દિલ્હીમાં જરૂરિયાત મુજબ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાની માગ કરવામાં આવી છે. સાથે જ કહ્યું છે કે અહીં DRDOએ જે રીતે એક હોસ્પિટલ બનાવી છે તેવી જ રીતે હોસ્પિટલ બનાવવામાં સરકાર અમારી મદદ કરે.

બે દિવસ પહેલાં, એટલે કે શનિવારે જ હાઈકોર્ટે દિલ્હીમાં ઓક્સિજન સપ્લાઈ, બેડ અને દવાઓની ઉણપને લઈને એક અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કેજરીવાલ સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે જ કહ્યું હતું કે કોવિડનો સામનો કરવા માટે તેઓએ સેનાની મદદ કેમ ન લીધી. જે બાદ જ દિલ્હી સરકાર તરફથી કેન્દ્ર સમક્ષ મદદ માગવામાં આવી છે.

હાઈકોર્ટે કહ્યું- કેન્દ્ર સરકાર તાત્કાલિક જવાબ આપે
આ ઉપરાંત દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ સેના માગી હોવાની જાણકારી પણ હાઈકોર્ટને આપી છે. ત્યારે હાઈકોર્ટે કેન્દ્રને તાત્કાલિક જવાબ આપવાનું કહ્યું છે. આ અંગે કોર્ટમાં હાજર એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે તેઓ આ સંબંધે કેન્દ્ર પાસેથી નિર્દેશ લેશે.

કેન્દ્રએ કહ્યું- દિલ્હી સરકારથી નથી થતું તો તેઓ જણાવે
આ મામલે રવિવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તરફથી હાઈકોર્ટમાં પક્ષ રાખ્યો હતો. કેન્દ્રનું કહેવું છે કે દિલ્હી સરકાર જો જવાબદારી સંભાળી નથી શકતી તો જણાવે, અમે ઉપરાજ્યપાલને જવાબદારી સોંપી શકીએ છીએ. કેન્દ્રની ટિપ્પણી ત્યારે આવી હતી, જ્યારે કોર્ટે કહ્યું હતું કે તમે થોડાં દિવસ પહલેાં દિલ્હી સરકારનો અર્થ ઉપરાજ્યપાલ જણાવ્યો છે.

ઓછું ઓક્સિજન મળતું હોવાની ફરિયાદ
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું કહેવું છે કે રવિવારે પણ દિલ્હીને 440 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યું છે. જ્યારે 590 મેટ્રિક ટન કોટાનો ઓક્સિજન નક્કી છે. અમને દરરો 976 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. તેઓએ કહ્યું કે બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોવિડની સ્થિતિ પર સોમવારે અધિકારીઓની સાથે એક બેઠક પણ કરી રહ્યાં છે.

છેલ્લાં બે દિવસથી 400થી વધુ મોત
દિલ્હીમાં સ્થિતિ સુધરવાને બદલે વધુને વધુ બગડી રહી છે.. અહીં છેલ્લાં ઘણાં દિવસથી દરરોજ 20 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. તો છેલ્લાં બે દિવસથી 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આંશિક લોકડાઉન હોવા છતા અહીં સ્થિતિ સુધરી નથી. દિલ્હીમાં હાલ સૌથી મોટી ચિંતા ઓક્સિજનની છે. લોકો બેડ અને હોસ્પિટલ માટે ભટકવા મજબૂર બન્યા છે.

વાયરસરૂપી દુશ્મન સામે લડવા સેના છેલ્લાં 14 માસથી તૈયાર જ છેઃ આર્મી
ઈન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ જનરલ માધુરી કાનિટકરે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં દેશવાસીઓને વિશ્વાસ આપતાં જણાવ્યું કે, સેના છેલ્લાં 14 માસથી કોરોના રૂપી દુશ્મન સામે લડવા માટે તૈયાર જ છે. તેઓએ વધુમાં કહ્યું કે કોવિડ સામેની લડાઈ એક યુદ્ધ જેવી છે અને યુદ્ધ માટે સેનાની હંમેશાથી સંપૂર્ણ તૈયારી હોય જ છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, આ લડાઈમાં માત્ર એટલો જ ફેર છે કે, બે દેશ વચ્ચેની વોર સમયે સૈનિકો યુદ્ધના મોરચે હોય છે અને આર્મીનો મેડિકલ સ્ટાફ તેના સપોર્ટ સ્ટાફ હોય છે. જ્યારે આ વાયરસ રૂપી દુશ્મન સામે લડવા મેડિકલ સ્ટાફ, ડોકટર્સ સૌ કોઈ સોલ્જર્સ છે. સીનિયર્સની યોગ્ય ગાઇડલાઈન્સથી આ યુદ્ધમાં આપણે જીતીશું તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો.

લેફટનન્ટ જનરલ માધુરી કાનિટકરે સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ઓથોરિટીને જ્યારે જરૂર પડે ત્યારે ગણતરીની મિનિટમાં લાર્જ હોસ્પિટલ ઊભી કરવા માટે આર્મી સક્ષમ છે. તેઓએ પૂનાની હોસ્પિટલ તેમજ સરદાર વલ્લભભાઈ હોસ્પિટલનું ઉદાહરણ આપ્યું હતું. સાથે જ કહ્યું કે આર્મી દ્વારા તૈયાર આ હોસ્પિટલમાં 1000 બેડ હતા. આ ઉપરાંત 120 બેડ જે સંપૂર્ણપણે ICU વોર્ડ હતા અને તે સિવિલિયન્સ માટે જ ઉપલબ્ધ હતા. અહિં જાણ કરવાની કે, DRDOએ ગત વર્ષે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ સેન્ટર બનાવીને તૈયાર કર્યું હતું. જેને 12 દિવસથી ઓછા સમયગાળામાં જ તૈયાર કરી દિધું હતું. અહીં 120થી વધુ ICU બેડ્સ, ડોકટર્સ માટે અલગથી રૂમ, ફાર્મસી અને મેડિકલ લેબની પણ સુવિધા છે. (ફાઈલ ફોટો)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો