તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દેશમાં:કેન્દ્રએ કહ્યું બીજી લહેર હજુ ખતમ નથી થઈ, લોકો બેદરકારી ન દાખવે; કેન્દ્રએ 6 રાજ્યમાં ટીમો મોકલી

3 મહિનો પહેલા
ફાઇલ ફોટો
  • દેશમાં ડેલ્ટા એ પ્લસના 12 રાજ્યોમાં 56 કેસ સામે આવ્યા છે
  • મહામારીથી મોતનો આંકડો 4 લાખને પાર, બીજી લહેરમાં 2.50 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
  • દેશમાં દરરોજ 50 લાખ લોકોને વેક્સિન મુકવામાં આવે છેઃ સરકાર
  • ગર્ભવતી મહિલાઓ પણ હવે વેક્સિન લઈ શકશેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના વાયરસના રોજ આવતા કેસમાં બે દિવસથી વધારો નોંધાયો છે. જો કે આ વધારો ઘણો જ સામાન્ય છે પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને જોતા આ વધારો ચિંતાજનક બની શકે છે. કોરોનાની બીજી લહેરની અસર હવે ભલે ઓછી થવા લાગી પરંતુ ત્રીજી લહેરનો ખતરો હજુ ટળ્યો નથી. એવામાં વેક્સિનેશનની પ્રક્રિયા વધુ ઝડપી હોવી જોઈએ પરંતુ તેનાથી ઉલટું રાજ્યોમાં હવે વેક્સિનની ઉણપ થઈ રહી હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. જો કે વેક્સિનેશનને લઈને સરકારનો દાવો છે કે 21 જૂનથી દેશમાં દરરોજ નોર્વેની વસ્તી જેટલી એટલે કે એવરેજ 50 લાખ લોકોને વેક્સિન મુકાવવામાં આવે છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 46,000થી વધુ કેસ સામે આવ્યા છે અને 853 દર્દીઓના મોત નિપજ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ પણ ઉપસ્થિત રહ્યાં. એક સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે હાલ દેશના 12 રાજ્યોમાં કોરોના વાયરસના ડેલ્ટ એ પ્લસ (ડેલ્ટા એવાય.1)થી સંક્રમણના 56 કેસ છે. કેન્દ્ર સરકારે કેરળ, ત્રિપુરા, મણિપુર, છત્તીસગઢ, ઓરિસ્સા અને અરૂણાચલ પ્રદેશમાં કોવિડ ટીમ મોકલી છે. કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે બેદરકારી ન દાખવો કેમકે કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઈ. માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા રહો.

દેશના 71 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકા વધુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોરોના વાયરસના કેસના પીક પછી સક્રિય મામલામાં 86 ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્લીનિકલ પ્રબંધન પર ફોકસ યથાવત રાખવાથી રિકવીર રેટ હવે 97 ટકાની આસપાસ છે. 3 મેથી આ 81.1 ટકા હતું. તેઓએ જણાવ્યું કે દેશના 71 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે.

ગર્ભવતી મહિલાઓ પણ વેક્સિન મુકાવી શકશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે કોવિડ-19 વેક્સિનની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું કે ગર્ભવતી મહિલાઓ કોવિડ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે કે નજીકના કોવિડ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લગડાવી શકે છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1.22 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
કોરોના મહામારીથી દેશમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બીજી લહેરમાં 2.50 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1.22 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી લહેરની અસર પણ મહારાષ્ટ્રમાં વધારે જોવા મળી હતી. હાલ સૌથી વધારે એક્ટિવ કેસ પણ મહારાષ્ટ્રમાં છે, અહીં 1 લાખ 16 હજાર 667 એક્ટિવ કેસ છે.

દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધરાયા છે, હાલ કોરોના મહામારીની બીજી લહેર થોડા અંશે શાંત થઇ રહી છે, પરંતુ જે રાજ્યોમાં કેસો હજી ઘટતા નથી એવાં 6 રાજ્ય કેરળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, અને મણિપુરમાં કોરોના નિયંત્રણમાં લાવવા કેન્દ્રએ સ્પેશિયલ ટીમો મોકલી છે. દેશમાં હાલ એક્ટિવ કેસોની કુલ સંખ્યા 5,09,6374 છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 46,617 કેસ સામે આવ્યા છે અને 853 લોકોનાં મોત થયાં છે. ત્યાર બાદ અત્યારસુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 4 લાખ 58 હજાર 251 થઇ છે અને મૃત્યુનો આંકડો 4 લાખ 312 છે. સક્રિય સંખ્યા કુલ સંખ્યાના 1.67% છે, રિકવરી રેટ વધીને 97.01% થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.48% છે.

કેરળમાં કોરોનાની સ્થિતિ
કેરળમાં ગુરુવારે 12,868 કેસ અને 124 લોકોનાં મોત નોંધાયાં છે. ત્યાર બાદ રાજ્યમાં સંક્રમણની સંખ્યા 29.37 લાખ પર પહોંચી ગઈ છે અને મૃત્યુની સંખ્યા વધીને 13,359 થઈ ગઈ છે. રાજ્યમાં સંક્રમણથી 11,564 લોકો સ્વસ્થ્ય થયા, એ પછી રાજ્યમાં સાજા થયેલા લોકોનો કુલ આંકડો 28,21,151 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં 1,02,058 સક્રિય કેસ છે.

અરુણાચલમાં કોરોનાની સ્થિતિ
અરુણાચલમાં કુલ સંક્રમણની કુલ સંખ્યા 36,168 થઇ ગયેલ છે, જેમાં 311 કેસો છેલ્લા 24 કલાકમાં આવ્યા છે અને 4 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 176 છે. ગુરુવારે 286 લોકો સાજા થયા છે.

ઓડિશામાં કોરોનાની સ્થિતિ
ઓડિશામાં ગુરુવારે 3,087 લોકો સંક્રમિત થયા છે, રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 9,12,887 થઇ ગઈ છે. 24 કલાકમાં 45 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે અને કુલ મૃત્યુ આંક 4063 નોંધાયેલા છે. રાજ્યમાં હાલમાં 31,231 સક્રિય કેસ છે, જ્યારે 8,77,540 લોકો સાજા થયા છે.

છત્તીસગઢમાં કોરોનાની સ્થિતિ
છત્તીસગઢમાં ગુરુવારે 410 નવા સંક્રમિતો અને 6 લોકોનાં મૃત્યુના આંકડા નોંધાયા છે, કુલ કેસોની સંખ્યા 9,94,890 અને 13,445 મૃત્યુ નોંધાયા છે. કુલ 9,75,658 લોકો સાજા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...