કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઈરસનું વેક્સિનેશન સ્વૈચ્છિક હશે. મંત્રાલયે આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં તૈયાર કરવામાં આવેલી વેક્સિન એટલી જ અસરકારક છે કે જેટલી અન્ય દેશોમાં તૈયાર થઈ રહેલી વેક્સિન છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનનો પૂરો કોર્સ લેવાની સલાહ આપી છે, જેથી પોતાની જાતને કોરોનાથી બચાવી શકાય તેમ જ સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો, મિત્રો, સંબંધિઓ તથા સહકર્મચારીઓને પણ સંક્રમણથી બચાવી શકાય. મંત્રાલયે વેક્સિનેશન ડ્રાઈવને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નોના આધાર પર FAQ જાહેર કરી છે. અમે તમને આ પૈકી પસંદ કરવામાં આવેલા 15 પ્રશ્નોના જવાબો મારફતે માહિતી આપી રહ્યા છીએ કે દેશમાં કોરોના વેક્સિનેશન કેવી રીતે થશે....
1. શું કોરોના વેક્સિનેશન સૌને માટે જરૂરી હશે?
નહીં. તે સ્વૈચ્છિક ધોરણે રહેશે. જોકે, આ સાથે એવી પણ સલાહ આપવામાં આવે છે કે કોરોનાથી બચવા માટે વેક્સિનનો પૂરો શિડ્યુલ અપનાવો, જેથી તમે તમારા પરિવારના લોકો, મિત્રો, સંબંધિઓ અને કો-વર્કર્સને આ બીમારીથી બચાવી શકાય.
2. પહેલા કેવી રીતે વેક્સિન લગાવવામાં આવશે?
સરકારે પ્રાયોરિટી ગ્રુપ નક્કી કર્યા છે. પહેલા ગ્રુપમાં હેલ્થ કેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સ રહેશે. બીજા ગ્રુપમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે કે જેમની ઉંમર 50 વર્ષથી વધારે છે અથવા તો જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે પણ ગંભીર બીમારી ધરાવે છે.
3. શુ કોઈ સંક્રમિત વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવશે?
આ પ્રશ્નના જવાબમાં મંત્રાલયે કહ્યું કે સંક્રમણના લક્ષણ ખતમ થયાના 14 દિવસ બાદ આ પ્રકારની વ્યક્તિને વેક્સિન લગાવવામાં આવશે.
4. જે કોરોનાથી રિકવર થઈ ચુક્યા છે, શું તેમના માટે વેક્સિન લગાવવી જરૂરી છે?
હા, તમને કોરોના અગાઉ થયો હોય અથવા ન થયો હોય, તમને વેક્સિનેશનની સલાહ આપવામાં આવે છે, જેથી વાઈરસ સામે તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થઈ શકે.
5. સૌથી મોટો પ્રશ્ન- વેક્સિનેશન કેવી રીતે થશે?
6. વેક્સિનના કેટલા ડોઝ હશે?
બે ડોઝ હશે. તે 28 દિવસના અંતરે લેવાના રહેશે. ત્યારબાદ તમારે વેક્સિનેશન શિડ્યુઅલ પૂરો કરવાનો રહેશે.
7. જો કોઈએ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો શું તેને વેક્સિન લગાવવામાં આવશે?
નહીં. રજિસ્ટ્રેશન જરૂરી છે. રજિસ્ટ્રેશન બાદ જ વ્યક્તિને જણાવવામાં આવશે કે તેમણે ક્યાં, કેટલા સમયે વેક્સિન માટે પહોંચવાનું છે.
8. જે વેક્સિન માટે યોગ્ય હશે તેમના માટે કયા દસ્તાવેજની જરૂર રહેશે?
તેમા કોઈ પણ ફોટો ID રજિસ્ટ્રેશન માટે રજૂ કરવું જરૂરી છે
9. શું રજિસ્ટ્રેશન સમયે પણ ફોટો આઈડી જરૂરી હશે?
રજિસ્ટ્રેશનના સમયે ફોટો આઈડી જરૂરી હશે. તેને વેક્સિનેશનના સમયે વેરિફાઈ કરવામાં આવશે.
10. જો વેક્સિનેશનની જગ્યા પર કોઈ ફોટો આઈડી ન રજૂ કરવામાં આવે તો શું થશે?
રજિસ્ટ્રેશન અને વેક્સિનના સમયે વેરિફિકેશન માટે ફોટો આઈડી જરૂરી છે
11. જો કોઈ કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી બીમારી માટે દવા લઈ રહ્યું છે તો શું તેને વેક્સિન આપવામાં આવશે?
હા, આ પ્રકારની બીમારીવાળા દર્દી હાઈ રિસ્ક કેટેગરીમાં આવશે. તેમના માટે વેક્સિનેશન જરૂરી છે.
12. એન્ટીબોડી ક્યારે ડેવલપ થશે?
કોરોના વેક્સિનનો બીજો ડોઝ મેળવતી વખતે બે સપ્તાહ બાદ એન્ટીબોડી ડેવલપ થશે.
13. શુ વેક્સિનની આડ અસરો થશે? કઈ સાવચેતી રાખવી જરૂરી છે?
જ્યારે સેફ્ટી સાબિત થશે ત્યારે કોરોના વેક્સિન લાવવામાં આવશે. અન્યથા વેક્સિનને લીધે સામાન્ય તાવ અથવા દુખાવા જેવા કેટલાક લક્ષણ જોવા મળે છે. રાજ્ય સરકારોને વેક્સિનની આડઅસરોનો સામનો કરવા પગલા ભરવા કહેવામાં આવ્યુ છે. વેક્સિન લગાવ્યા બાદ પણ માસ્ક લગાવવાનું રહેશે. હાથ સેનિટાઈઝ રાખવાના રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
14. વિવિધ વેક્સિન આવ્યા બાદ કોની પસંદગી કરવામાં આવશે?
ક્લિનિકલ ટ્રાયલના ડેટાના આધારે સેફ્ટીને જોતા વેક્સિનની પસંદગી કરવામાં આવશે અને તેને લાઈસન્સ મળશે. એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે એક જ વેક્સિનનો પૂરો શિડ્યુઅલ અપનાવવામાં આવે. વેક્સિનના ડોઝ બદલી શકાતા નથી.
15. શુ ભારત પાસે 2થી 8 ડિગ્રી તાપમાનમાં વેક્સિન સ્ટોર કરવાની ક્ષમતા છે?
ભારત વિશ્વનો સૌથી મોટો ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ ચલાવે છે. તેમા 2.6 કરોડ શીશુ અને 2.9 કરોડ ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામને વધારે મજબૂતી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.