તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંક ફ્રોડ કરનારાઓ પર તવાઈ:CBIએ 3,700 કરોડના બેંક ફ્રોડ કેસમાં 11 રાજ્યોની 100 જગ્યાઓ પર દરોડા માર્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
CBIએ શ્રીગંગાનગર અને અમદાવાદમાં પણ દરોડા માર્યા. બેંક ફ્રોડ સાથે જોડાયેલી 30 FIRને લઈને આ કાર્યવાહી કરવામાં આવી (ફાઈલ ફોટો) - Divya Bhaskar
CBIએ શ્રીગંગાનગર અને અમદાવાદમાં પણ દરોડા માર્યા. બેંક ફ્રોડ સાથે જોડાયેલી 30 FIRને લઈને આ કાર્યવાહી કરવામાં આવી (ફાઈલ ફોટો)

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ગુરૂવારે 11 રાજ્યોના 100 લોકેશન પર દરોડા માર્યા. આ કાર્યવાહી 3,700 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે કરવામાં આવી. આ ફ્રોડને લઈને દેશભરમાં 30 FIR દાખલ થઈ છે.

CBIના સ્પોક્સપર્સન આર સી જોશીએ જણાવ્યું કે દેશની અલગ અલગ બેંકમાંથી મળેલી ફરિયાદોના આધારે ફ્રોડ કરનારાઓ વિરૂદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આ દરોડા મારવામાં આવ્યા છે. ફરિયાદ કરનારી બેંકમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, PNB, SBI, IDBI, કેનરા બેંક, ઈન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામેલ છે.

જયપુર, ભોપાલ અને અમદાવાદમાં પણ કાર્યવાહી
આ બેંકની ફરિયાદના આધારે કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોયડા, ગુડગાંવ, ચેન્નાઈ, તિરુવરુર, વેલ્લોર, બેંગ્લુરુ, ગુંટૂર, હૈદરાબાદ, બલ્લારી, વડોદરા, કોલકાતા, પશ્ચિમ ગોદાવરી, સુરત, મુંબઈ, ભોપાલ, નિમાડી, તિરૂપતિ, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, રાજકોટ, કરનાલ, જયપુર અને શ્રીગંગાનગરમાં રેડ મારવામાં આવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો