• Gujarati News
  • National
  • The Cause Of CDS Rawat's Helicopter Crash Has Been Revealed, The IAF Said After A Court Of Inquiry.

હેલિકોપ્ટર દુર્ઘટના કેસ:CDS રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ સામે આવ્યું; ષડયંત્ર, ટેક્નિકલ ખામી, તોડફોડ કે બેદરકારીની વાતને નકારી દેવામાં આવી

14 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)
  • કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બાદ IAFએ માહિતી આપી
  • 8 ડિસેમ્બરે હવામાન ખરાબ હોવાથી વાદળોમાં પ્રવેશ કરવાને લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું

ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે હેલિકોપ્ટર દુર્ઘટના (Mi-17-V5)માં ટ્રાઈ-સર્વિસિસ કોર્ટ ઈન્વાયરીએ તેની પ્રારંભિક માહિતી રજૂ કરી છે, આ દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને અન્ય 13 લોકોના મોત થયા હતા. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો તરીકે ષડયંત્ર, ટેકનિકલ ખામી, તોડફોડ અથવા બેદરકારીની વાતને નકારી દેવામાં આવી છે. વાયુસેનાએ કહ્યું કે 8 ડિસેમ્બર,2021ના રોજ હવામાન ખરાબ હોવાથી વાદળોમાં પ્રવેશ કરવાને લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.

(દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ)
(દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ)

આવનારા જોખમથી પાયલટ અજાણ હતા
બન્ને પાયલટ અને હેલિકોપ્ટરમાં રહેલા લોકો તેમના રુટ પર રહેલા જોખમથી અજાણ હતા. તે સમયે ખૂબ જ ઝડપથી મૌસમમાં પરિવર્તન આવી ગયું અને હેલિકોપ્ટર વાદળોમાં ઘેરાઈ જતા ક્રેશ થઈ ગયું. અહેવાલમાં માનવીય ભૂલ કે નેવિગેશનની ખામીની શક્યતાને પણ નકારી દેવામાં આવી છે.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેનાએ તેના Mi-17v5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની તપાસ માટે એક ત્રિ-સર્વિસ કોર્ટની રચના કરી હતી. આ અંગે હવે પ્રારંભિક માહિતી રજૂ કરવામાં આવી છે. સમિતિએ અનેક સાક્ષીઓની પૂછપરછ ઉપરાંત ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.તપાસ સમિતિએ કહ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટના મૌસમની સ્થિતિમાં પરિવર્તનને લીધે સર્જાઈ છે. પાયલટ સ્થાનિક સ્તરે ભટકી ગયા હતા, જેને લીધે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

તપાસ સમિતિએ વાયુસેના સહિત સેનાના અનેક અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કર્યાં છે. આ ઉપરાંત સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી, જેમાં આ દુર્ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓનો પણ સમાવેશ થાય છે. એ મોબાઈલની પણ તપાસ કરવામાં આવી કે જેમાં ક્રેશની થોડી સેકન્ડ્સ પૂર્વેનો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. દુર્ઘટના સ્થળેથી મેળવવામાં આવેલ બ્લેક-બોક્સની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.