• Gujarati News
  • National
  • The Case In Mumbai Kolkata Has Doubled Since The Last Wave, With Every Third Test Being Positive

શહેરોમાં કોરોનાની લહેર વિકરાળ:મુંબઈ-કોલકાતામાં કેસ છેલ્લી લહેરથી પણ બમણા, દર ત્રીજો ટેસ્ટ પોઝિટિવ

મુંબઈ, કોલકાતા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશેષજ્ઞોએ કહ્યું - જેવી કેસ વધવાની ઝડપ છે, એવી જ ઘટવાની હશે
  • નિષ્ણાતોનો દાવો - જો આ જ ટ્રેન્ડ રહ્યો તો મુંબઈ-કોલકાતામાં 10 દિવસમાં જ કેસ ઘટવા લાગશે, પછી આવો જ ટ્રેન્ડ બીજા શહેરોમાં રહેશે

દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ બીજી લહેરની જેમ શહેરોથી શરૂ થઈ છે. જોકે, આ વખત સંક્રમણ ફેલાવાની ઝડપ 5 ગણી વધુ છે. વિશેષજ્ઞો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, ત્રીજી લહેર આગામી એક સપ્તાહમાં બીજા શહેરોમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, જેવું કે મુંબઈ અને કોલકાતામાં અત્યારે જોવા મળી રહ્યું છે. આ બંને શહેરમાં દરરોજ મળતા દર્દી બીજી લહેર દરમિયાન મળતા દર્દીથી બમણા થઈ ચૂક્યા છે. દર દોઢ દિવસમાં નવા દર્દી બમણા થઈ રહ્યા છે. આ ઝડપ જો એક સપ્તાહ સુધી રહી તો મુંબઈમાં દરરોજ 50 હાજર કેસ આવવાના શરૂ થઈ શકે છે.

મુંબઈમાં 24 કલાકમાં 20 હજારથી વધુ દર્દી મળ્યા, બીજી લહેર દરમિયાન રોજ મળતા દર્દીની સરેરાશ 9,753થી વધુ રહી ન હતી. આ જ રીતે કોલકાતામાં એક દિવસમાં 6,569 દર્દી નોંધાયા, બીજી લહેરમાં સર્વોચ્ચ સ્તર 3,887નો હતો. મુંબઈ અને કોલકાતામાં દર ત્રીજા ટેસ્ટમાં દર્દી મળી રહ્યો છે. એટલે 100 ટેસ્ટમાંથી 33થી 35 દર્દી. જોકે, વિજ્ઞાનીઓનું કંઈક અલગ માનવું છે.

સફદરજંગ હોસ્પિટલ (દિલ્હી)માં મેડિસિન વિભાગના પ્રોફેસર જુગલ કિશોર કહે છે કે, ‘દર્દી જેટલી ઝડપે વધશે, એટલી જ ઝડપે ઘટવા પણ લાગશે. કેમકે જો કોઈ શહેર કે વિસ્તારમાં દર ત્રીજો વ્યક્તિ સંક્રમિત મળે છે તો સ્પષ્ટ છે થોડા દિવસ પછી સંક્રમિત થવાથી કોઈ બચેલો નહીં હોય, જેવું કે આપણે બીજી લહેરમાં જોઈ ચૂક્યા છીએ.

આ દૃષ્ટિએ જોઈએ તો મુંબઈ-કોલકાતમાં 8થી 10 દિવસ પછી નવા કેસ ઘટવાના શરૂ થઈ શકે છે. બીજી લહેર પછીના સીરો સરવેમાં દેશની 80% વસતીમાં એન્ટીબોડી મળ્યા હતા. આટલી મોટી વસતીના સંક્રમિત થયા પછી આશા છે કે ત્રીજી લહેરનો પિક 20-22 દિવસમાં આવી શકે છે. જેમાં 11 દિવસ પસાર થઈ ચૂક્યા છે. એટલે 17 જાન્યુઆરી પછી દેશમાં નવા દર્દી ઘટવાના શરૂ થઈ શકે છે.’

દુનિયામાં 7 દિવસમાં સૌથી વધુ દર્દી અમેરિકામાં નોંધાયા, જોકે કેસ વધવાની સૌથી વધુ ઝડપ હવે ભારતમાં

7 દિવસમાંસાપ્તાહિક
નવા દર્દી
7 દિવસમાં
વધારો
સાપ્તાહિક
મોત
વધારો
અમેરિકા42.71 લાખ0.728,9520.03
ફ્રાન્સ14.43 લાખ0.71,4610.16
બ્રિટન12.68 લાખ0.31,0940.56
ઈટાલી9.94 લાખ1.141,2010.19
સ્પેન6.28 લાખ0.094320.12
આર્જેન્ટીના4.19 લાખ1.352400.44
ભારત387,5824.862,0980.08
દુનિયા1.38 કરોડ0.6541,438-3%
અન્ય સમાચારો પણ છે...