કારે 4 મિત્રને અડફેટે લીધા, VIDEO:ગ્વાલિયરમાં રોડ પર ઊભા રહીને વાતો કરતા હતા; ઊછળીને 10 ફૂટ પડ્યા

ગ્વાલિયરએક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં રોડ દુર્ઘટનાનો વ્યાકુળ કરનારો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં એક કારે 4 વિદ્યાર્થીને ટક્કર મારી દીધી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે 4 મિત્ર રોડની વચ્ચે બેસીને વાતો કરી રહ્યા છે, ત્યારે અચાનક એક હાઈ સ્પીડ કાર આવે છે અને તેમને ટક્કર મારીને ત્યાંથી નીકળી જાય છે. દુર્ઘટનામાં ચારેય વિદ્યાર્થી ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વીડિયો મંગળવારે વાઈરલ થયો
જે સમયે કારે વિદ્યાર્થીને ટક્કર મારી એ સમયે તેની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. ઘટનાને આંખે જોનારાઓનું કહેવું છે એ સમયે કાર ડ્રાઈવર નશામાં હતો. દુર્ઘટના પછી તે થોડા સમય માટે રોકાયો, તેને કોઈ પકડે એ પહેલાં તે કાર બ્રેક કરીને હજીરા તરફ ભાગી ગયો. આ ઘટના સોમવારે તાનસેન રોડ પર બની હતી. એનો વીડિયો મંગળવારે વાઈરલ થયો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની આ કાર સ્ટેશન તરફથી આવે છે અને વિદ્યાર્થીઓને ટક્કર મારીને રોડની બીજી તરફ જતી રહે છે. એક્સિડન્ટને થતો જોઈને આસપાસના લોકો ત્યાં પહોંચી જાય છે. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થનારા વિદ્યાર્થીઓનાં નામ હર્ષ પટેલ(18) રહેવાસી તાનસેન નગર અને તેમના દોસ્ત વંશ ભદૌરિયા, આકાશ શખબાર, સિદ્ધાર્થ રાજાવત છે.

પોલીસે ડ્રાઈવર સામે કેસ નોંધ્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારે ટક્કર મારી, જેનો રજિસ્ટ્રેશન નંબર MP07 CK-8226 છે. આ કાર કાંચમીલ નિવાસી કોઈ રામબક્સ સિંહ પુત્ર સરદાર સિંહના નામે નોંધાયેલ છે. પોલીસ કાર ડ્રાઈવરની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોએ એ પણ જણાવ્યું કે ડ્રાઈવર નશામાં દેખાઈ રહ્યો હતો. સીએસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે દુર્ઘટના સોમવારે સાંજે થઈ હતી. તેના CCTV ફુટેજ વાઈરલ થયા છે. પોલીસે ઘાયલની ફરિયાદ પર આરોપી કાર ડ્રાઈવરની સામે કેસ નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...