તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Car Parked On The Roadside In Mumbai Got Into A 40 Feet Deep Ditch, Even After Several Hours, The Work Of Evacuating Is Going On

મોન્સૂનની બિહામણી તસવીર:મુંબઈમાં રોડના છેડે પાર્ક કરેલી ગાડીએ 40 ફૂટ ઊંડા ભૂવામાં સમાધિ લીધી; અહીંયા 100 વર્ષ જૂના કૂવાને સ્લેબથી પૂરી દેવાયો હતો

3 મહિનો પહેલા

મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે ઘાટકોપર વિસ્તારના રોડમાં ભૂવો પડ્યો હતો. ત્યાં નજીકમાં પાર્ક કરેલી ગાડીએ જમીનમાં સમાધિ લીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ગાડીને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને BMCના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખાડામાં પાણી ભરાયું હોવાથી આગળ કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.

ટ્રાફિક વિભાગના જણાવ્યા પ્રમાણે, આ ગાડી ઘાટકોપરના રહેવાસી ડૉ. પી દોષીની છે. તેઓએ જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. તેમના કમ્પાઉન્ડમાં કામ કરતા એક છોકરાએ ડૉ. પી દોષીને ગાડીના પાર્કિંગ અંગે જાણ કરી હતી. દોષી જ્યારે એમની ગાડીને જોવા માટે પોતાના ઘરની ગેલેરીમાં પહોંચ્યા ત્યારે તેમની આંખોની સામે આખી ગાડી ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી.

100 વર્ષ જૂના કુવા પર ગાડી પાર્ક હતી
ડૉ. દોષીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક પંપ દ્વારા ખાડામાંથી પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે. BMCનો પંપ પણ આવી ગયો છે. ક્રેનના સહારે ગાડીને બહાર નિકાળવામાં આવશે. ડૉ. દોષીએ કહ્યું કે જે વિસ્તારની જમીનમાં ખાડો પડ્યો છે, ત્યાં પહેલા એક કૂવો હતો. આ કૂવો આશરે 100 વર્ષ જૂનો હતો. ત્યારપછી એને પૂરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં આ દુર્ઘટના સર્જાઇ હતી.

વળીં, BMCએ કહ્યું કે ગ્રેટર મુંબઈની ટીમને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે. મોડી રાત સુધીમાં ગાડીને બહાર નિકાળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...