• Gujarati News
  • National
  • The Car Overturned In The Rushing Waters Of The River; Most Of The Dead Were From Punjab, 2 People Were Rescued

ઉત્તરાખંડમાં રોડ અકસ્માત, 9નાં મોત:નદીના ધસમસતા પાણીમાં કાર પલટી; મૃતકોમાં મોટા ભાગે પંજાબના, 2 લોકોને બચાવવામાં આવ્યા

નૈનીતાલ3 મહિનો પહેલા

ઉત્તરાખંડના રામનગરમાં શુક્રવાર સવારે 5:45 વાગ્યે પર્યટકોની કાર ઢેલા નદીમાં પલટી ગઈ. દુર્ઘટના સમયે પુલ પર ધસમસતો પ્રવાહ હતો અને કારનું સંતુલન બગડવાથી તે પલટી ગઈ. કારમાં સવાર 9 લોકોનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી રેસ્ક્યૂમાં 1 યુવતી નાઝિયા અને એક બાળકને બચાવી લેવાયો છે. બંનેને રામનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ ઢેલાના એક રિસોર્ટમાં રોકાયા હતા. તમામ ઓર્કેસ્ટ્રા ગ્રુપ સાથે જોડાયેલા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યાં હતા.

કુમાઉ રેન્જના DIG આનંદ ભરણે જણાવ્યું કે મોતને ભેટેલા લોકોમાં મોટા ભાગના પંજાબના પટિયાલાના રહેવાસી હતા. સવારથી જ ભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી.

કારમાં સવાર મૃતકોના નામ
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ છે જે મુબ જૈકબ (45), ઈકબાલ (35), કવિતા, સપના, હિના, માહી, અમનદીપ સિંહનાં મોત નિપજ્યા છે. તો એક મહિલા આશિયા જે ઉત્તરાખંડની રહેવાસી છે તેનું પણ મોત થયું છે.

અર્ટિંગા કારમાં એક જ પરિવારના 11 લોકો સવાર હતા, જે કોર્બેટ નેશનલ પાર્ક જઈ રહ્યાં હતા.
અર્ટિંગા કારમાં એક જ પરિવારના 11 લોકો સવાર હતા, જે કોર્બેટ નેશનલ પાર્ક જઈ રહ્યાં હતા.

જ્યાં કાર તણાઈ ત્યાં પહેલા પણ દુર્ઘટના ઘટી હતી
આ ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું કે ઘટના સવારે 5:45 વાગ્યે ઘટી. આ લોકોએ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કારની સ્પીડ એટલી હતી કે તેઓ તેમના પ્રયાસ છતાં ન રોકાયા. ઢેલા ગામની આ નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે તે કારને પણ તાણીને લઈ ગઈ. મળતી માહિતી મુજબ પ્રશાસન આ નદી પર પુલ બનાવવાની યોજના બનાવે છે કેમકે અહીં પહેલા પણ આવી દુર્ઘટના ઘટી હતી.

ઘટનાને લઈને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે રામનગરની ઢેલા નદીમાં કાર તણાઈ જતા કારમાં સવાર લોકોના મોત નિપજ્યા છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ઘટનાને લઈને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે રામનગરની ઢેલા નદીમાં કાર તણાઈ જતા કારમાં સવાર લોકોના મોત નિપજ્યા છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.

હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી હતી
હવામાન વિભાગે 4 જુલાઈએ ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર, પિથૌરાગઢ, ટિહરી, પૌડી અને ચંપાવતમાં ભાર વરસાદનું એલર્ટ આપ્યું હતું. સોમવારે પણ દેહરાદુનમાં ભારે વરસાદ થયો જેનાથી અનેક ઝાડ ઉખડી ગયા અને વાહનોને નુકસાન થયું હતું. ગત સપ્તાહે ઉત્તરાખંડમાં મોનસૂને એન્ટ્રી મારી, જેનાથી પહાડી રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે.

સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન, પહાડ પડોવ, રસ્તાઓ પર કાટમાળ, રસ્તો તૂટી જવો અને નદી-નાળાના પાણીના પ્રવાહને લઈને સતર્ક રહેવાની સલાહી પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...