તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Car Caught Fire In The Night On The Main Road Between Babadi And Gunta Village In Bansur, Alwar, The Person Burnt Alive On The Driver's Seat.

કારમાં હોમાઇ જિંદગી:કારમાં લાગી ભિષણ આગ, ડ્રાઈવર બળીને રાખ થયો, માત્ર હાડકા વધ્યા;નંબર પ્લેટથી ઓળખાણ કરાઇ

અલવર (રાજસ્થાન)એક મહિનો પહેલા

રાજસ્થાન, અલવરનાં બાનસૂરમાં ગૂંતાથી બબેડી જવાનાં મુખ્ય માર્ગ પર કારમાં એક વ્યક્તિ જીવતી સળગી ગઈ. આ બનાવમાં ડ્રાઇવર સંપૂર્ણ સળગીને રાખ થઇ ગયો હતો. ડ્રાઇવરની સીટ પર માત્ર હાડકાં જ વધ્યા હતાં. ઘટના ગુરૂવારનાં દિવસે મોડી રાત્રીની છે. સવારે ત્યાથી પસાર થતા લોકોએ કાર જોઇતો તરતજ પોલીસને જાણકારી આપી,પરંતુ 10 વાગ્યા સુધી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ન હતી. કાર એટલી ખરાબ રીતે બળી ગઇ હતી કે મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. ઘટનાની જાણકારી મળતા ગામનાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારની નંબરપ્લેટ પરથી મૃતકની ઓળખાણ છતી થઇ. પોલીસે જણાવ્યુ કે મૃતકનુ નામ વિશમ્ભર યાદવ છે.

હરરોસા પોલીસ અધિકારી સત્યનારાયણે જણાવ્યુ કે પ્રારંભિક તબક્કામાં સામે આવ્યું કે કાર સી.એન.જી હતી અને શોર્ટ સર્કીટનાં લીધે આ આગ લાગી હતી. ડ્રાઇવરને બહાર નિકાળવાનો પણ પ્રયાસ કર્યો હશે, પણ તે નિકળી શક્યો નહીં હોય.

વિચલિત કરે તેવી તસવીર
કારની અંદર જ્યારે મૃતકની હાલત જોઇતો લોકોનાં શ્વાસ અધ્ધર થઇ ગયા. કારની સીટ પરની વ્યક્તિ સંપૂર્ણ બળી ગઇ હતી, માત્ર હાડકા જ કોઇક જગ્યાએ નજરે પડતા હતાં. આ ભયાનક ઘટના મોડી રાત્રે બની હોય તેવું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...