તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Car Caught Fire After Colliding With A Tree In Prayagraj, People Including The Contractor Were Burnt Alive, Returning From The Wedding.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોઝારો અકસ્માત:પ્રયાગરાજમાં ઝાડ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી, કોન્ટ્રેક્ટર સહિત 3 લોકો જીવતા સળગી ગયા, બહાર નિકળવાની કોઈ તક જ ન મળી

પ્રયાગરાજ5 મહિનો પહેલા
આ ફોટો પ્રયાગરાજનો છે. આગ લાગવાથી કાર બળીને રાખ થઈ ગઈ છે. તેમા મુસાફરી કરી રહેલા લોકોને બહાર નિકળવાની કોઈ તક મળી ન હતી - Divya Bhaskar
આ ફોટો પ્રયાગરાજનો છે. આગ લાગવાથી કાર બળીને રાખ થઈ ગઈ છે. તેમા મુસાફરી કરી રહેલા લોકોને બહાર નિકળવાની કોઈ તક મળી ન હતી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વહેલી સવારે એક કાર ઝાડ સાથે ટકરાઈ જતા આગ લાગી હતી. આ કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ વ્યક્તિને બહાર નિકળવાની કોઈ તક મળી ન હતી અને ત્રણેયના દુખદ મૃત્યુ નિપજ્યા હતા. આ ગોઝારી ઘટના યમુનાપારમાં કોરાંવ પોલિસ સ્ટેશન વિસ્તારના જવનિયાં નહેર નજીક સર્જાઈ હતી. ખૂબ જ પ્રયાસ કર્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

કારમાં સવાર ત્રણે વ્યક્તિના કંકાલ મળી આવ્યા છે. કારની ચેચિસ નંબરના આધારે પોલીસે ગાડીના માલિક તથા તેના ડ્રાઈવરને શોધ્યા હતા. જોકે ત્રણ મૃતક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. તેઓ એક લગ્ન પ્રસંગમાં ભાગ લઈ પરત ફરી રહ્યા હતા.

ઘટના સ્થળ પર પોલીસ અને આજુબાજુના લોકો
ઘટના સ્થળ પર પોલીસ અને આજુબાજુના લોકો

લોકડાઉનમાં લખનઉથી પર આવ્યા હતા કોન્ટ્રેક્ટર
ઔદ્યોગિક ક્ષેત્રના મહુઆરી ગામના રહેવાસી અનિલ સિંહ (32) કોન્ટ્રેક્ટરનું કામ કરતા હતા. આશરે 4 વર્ષ અગાઉ મિર્જાપુરના જિગનાના રહેવાસી નન્હે સિંહની દિકરી સુમન સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અનિલ અને સુમનને બે સંતાન છે. સુમન સિંહના પિતા પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત થયા છે અને પરિવાર લખનઉમાં રહે છે. અનિલ સિંહ લોકડાઉન અગાઉ સાસરીમાં રહી કોન્ટ્રેક્ટર તરીકે કામ કરતા હતા.

(આ પણ વાંચોઃવહેલી સવારે વડોદરા, સુરત, સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માત સર્જાયા, કુલ 15નાં મોત, 37થી વધુ ઈજાગ્રસ્ત)

ઘણી મુશ્કેલી બાદ કારની ઓળખ થઈ શકી
ઘણી મુશ્કેલી બાદ કારની ઓળખ થઈ શકી

કારના ચેચિસ અને એન્જીન નંબરથી ઓળખ થઈ
માહિતી મળતા જ ઈન્સ્પેક્ટર કોરાંવ ચંદ્રભાન સિંહ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સળગી રહેલી કાર પર પાણી નાંખી આગ ઓલવી હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતા જાણકારી મળી હતી કે કારમાં આગળ ડ્રાઈવર સીટ પર એક વ્યક્તિ બેઠી હતી. તેની પાસે બીજી વ્યક્તિ બેઠી હતી. જ્યારે ત્રીજી વ્યક્તિ પાછળ બેઠી હતી. ગાડી નંબર પ્લેટ અને ઓળખ પણ સંપૂર્ણપણે સળગી ગયા હતા.

ખૂબ જ મુશ્કેલીથી ચેચિસ અને એન્જીન નંબર મારફતે ગાડીના માલિક અનિલ સિંહની ભાળ મેળવવામાં આવી હતી. આ સાથે માહિતી મળી હતી કે કારમાં અનિલ સિંહ કાર ચાલક પિંટૂ ભારતીય અને અન્ય એક વ્યક્તિ સવાર હતી. ત્રીજી વ્યક્તિ કોણ હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો