• Gujarati News
  • National
  • The Captain's Body Reached The Resting Place, The CM Saluted; Funeral In A Few Minutes

કેપ્ટન વરુણની અંતિમ યાત્રા:કેપ્ટન વરુણનો પાર્થિવદેહ પંચતત્ત્વમાં વિલીન, પુત્ર અને ભાઈએ આપી મુખાગ્નિ; પિતા ભાવુક થયા

ભોપાલએક મહિનો પહેલા

એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવદેહ પંચતત્ત્વમાં વિલીન થઈ ગયો છે. ભાઈ અને પુત્રએ વરુણના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન પુત્રને અંતિમ વિદાય આપતાં પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ ભાવુક થઈ ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેપ્ટનને સલામી આપી હતી. ત્રણેય સૈન્યના- જળ, જમીન અને આકાશના અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી. સીએમ શિવરાજે કેપ્ટનના પરિવાર સાથે પણ ચર્ચા કરી.

કેપ્ટનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સૈન્ય સન્માન સાથે કેપ્ટનને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ​​​​​​આર્મીના થ્રી-ઈએમઈ સેન્ટર સ્થિત મિલિટરી હોસ્પિટલથી બૈરાગઢ સ્થિત વિશ્રામઘાટ ખાતે પાર્થિવદેહ લઈ જવામાં આવ્યો હતો. રસ્તામાં લોકો ભારત માતા કી જય, વરુણ સિંહ અમર રહે...ના નારા લગાવી રહ્યા હતા.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના મૃતદેહને ગુરુવારે આર્મી પ્લેન દ્વારા ભોપાલ લાવવામાં આવ્યો હતો. અહીં મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોએ કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી મૃતદેહને સેનાની ટ્રકમાં ભોપાલના સન સિટી કોલોની સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો.

માતા ઉમા સિંહ, ભાઈ તનુજ સિંહ અને સીએમ શિવરાજ સિંહે કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી હતી.
માતા ઉમા સિંહ, ભાઈ તનુજ સિંહ અને સીએમ શિવરાજ સિંહે કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી હતી.
સેનાની હોસ્પિટલથી પાર્થિવદેહ વિશ્રામ ઘાટ લઈ જવામાં આવી રહ્યો .
સેનાની હોસ્પિટલથી પાર્થિવદેહ વિશ્રામ ઘાટ લઈ જવામાં આવી રહ્યો .
કેપ્ટનના પાર્થિવદેહને લઈ જતા સમયે રસ્તામાં 11 વર્ષના વિનાયકે શ્રદ્ધાંજલિ આપી હતી.
કેપ્ટનના પાર્થિવદેહને લઈ જતા સમયે રસ્તામાં 11 વર્ષના વિનાયકે શ્રદ્ધાંજલિ આપી હતી.
રસ્તા પર વરુણ સિંહ અમર રહોના નારા લગાવવામાં આવી રહ્યા હતા.
રસ્તા પર વરુણ સિંહ અમર રહોના નારા લગાવવામાં આવી રહ્યા હતા.
રસ્તામાં લોકોએ કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી હતી.
રસ્તામાં લોકોએ કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી હતી.
કેપ્ટનને ત્રણેય સેનાએ શ્રદ્ધાંજલિ આપી હતી.
કેપ્ટનને ત્રણેય સેનાએ શ્રદ્ધાંજલિ આપી હતી.

પિતાએ કહ્યું હતું - નથી ઇચ્છતા કે લોકો પરેશાન થાય
જિલ્લા વહીવટીતંત્રની યોજના વરુણના અંતિમસંસ્કાર ભદભદા વિશ્રામ ઘાટ પર કરવાના હતા, પરંતુ વરુણના પિતાના કહેવાથી હવે શુક્રવારે સવારે સંત હિરદારામ નગર (બૈરગઢ) ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે. વાસ્તવમાં પિતા કેપી સિંહે કલેક્ટરને કહ્યું હતું કે જો તેઓ ભદભદાની અંતિમ યાત્રા લઈ જશે તો શહેરમાં ટ્રાફિકજામ થઈ જશે. તેઓ નથી ઈચ્છતા કે તેના પુત્રને કારણે લોકો પરેશાન થાય. આ પછી બૈરાગઢમાં જ તેમના અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મિલિટરી હોસ્પિટલથી વિશ્રામ ઘાટનું અંતર લગભગ અડધો કિમી છે.

ગ્રુપ કેપ્ટનનો પરિવાર... પત્ની ગીતાંજલિ સિંહ, માતા ઉમા સિંહ સાથે ભાઈ અનુજ સિંહ અને પિતા કેપી સિંહ.
ગ્રુપ કેપ્ટનનો પરિવાર... પત્ની ગીતાંજલિ સિંહ, માતા ઉમા સિંહ સાથે ભાઈ અનુજ સિંહ અને પિતા કેપી સિંહ.

ભાઈ નેવીમાં, પિતા નિવૃત્ત કર્નલ
વરુણ સિંહનો પરિવાર 20 વર્ષ પહેલાં ભોપાલ શિફ્ટ થયો હતો. તેમના પિતા નિવૃત્ત કર્નલ કેપી સિંહ અને માતા ઉમા સિંહ સન સિટી કોલોનીમાં રહે છે. વરુણ સિંહના પરિવારમાં તેની પત્ની અને બે બાળક છે. તેઓ તામિલનાડુના વેલિંગ્ટનમાં સાથે રહેતા હતા. તેનો નાનો ભાઈ તનુજ નેવીમાં લેફ્ટનન્ટ કમાન્ડર છે. તેમની પોસ્ટિંગ મુંબઈમાં છે.

2008માં ઈન્દોરની ગીતાંજલિ સાથે લગ્ન કર્યા હતા
વરુણ સિંહના સાસરિયાં ઈન્દોરમાં રહે છે. વરુણે 20 જાન્યુઆરી 2008ના રોજ ઈન્દોરની ગીતાંજલિ સાથે લગ્ન કર્યા હતા. ગીતાંજલિ પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી BA કરી રહી હતી, એ દરમિયાન વરુણ સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારે વરુણ અને તેમનો પરિવાર ભોપાલમાં રહેતો હતો.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનની બેચમાં હતા. અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતની સરહદમાં પ્રવેશેલાં પાકિસ્તાની વિમાનોને પાછાં ધકેલી દીધાં હતાં. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ડીએસએસસીમાં પદ પર હોવાને કારણે તેમનો આખો પરિવાર તામિલનાડુમાં રહે છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ કોંગ્રેસના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા હતા.

કેપ્ટનનાં માતા ઉમા સિંહે તેમને આશીર્વાદ આપ્યા હતા.
કેપ્ટનનાં માતા ઉમા સિંહે તેમને આશીર્વાદ આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...