• Gujarati News
  • National
  • The Captain's 41 year Political Journey Has Seen Many Ups And Downs, 36 With The Veterans Of The Organization, And Ahmed Patel's Departure Has Reduced The Size In Delhi.

કેપ્ટનની પડકારો ભરેલી રાજનીતિ:41 વર્ષમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, દિગ્ગજો સાથે હંમેશા રહ્યો અણબનાવ; અહેમદ પટેલની વિદાયે કદ ઘડાટ્યું

એક મહિનો પહેલા
(ફાઈલ તસવીર)

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ માટે પાર્ટીમાં ચાલી રહેલી રાજકીય ઊથલ-પાથલ કોઈ નવી વાત નથી. 41 વર્ષની પોતાની રાજકીય યાત્રા દરમિયાન તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યા છે. સંગઠનના દિગ્ગજ ખાસ કરીને પાર્ટીના નેતાઓ સાથે હંમેશા 36નો આંકડો રહ્યો છે. આ તમામ પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ કેપ્ટન પર હાઈકમાન્ડે વિશ્વાસ જાળવી રાખ્યો છે. વર્ષ 2002 અને 2017માં કેપ્ટન પોતાનું મહત્વ હાઈકમાન્ડને દર્શાવી ચુક્યા છે. જોકે વર્તમાન સમયમાં દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે એટલા સારા સંબંધ રહ્યા હોય તેવું લાગતુ નથી. ખાસ કરીને અહેમદ પટેલ તથા મોતિલાલ વોરાની વિદાય તેમ જ નવા ચહેરાઓની એન્ટ્રીથી સમીકરણ બદલાતા કેપ્ટનનું દિલ્હીમાં કદ ઘટ્યું હોય તેવું લાગે છે.

રાજકીય પૃષ્ઠભૂમિ નહીં ધરાવતા કેપ્ટન અમરિંદરને રાજકારણનો પ્રથમ પાઠ તેમના શાળાકીય દિવસોના મિત્ર રાજીવ ગાંધીએ વર્ષ 1980માં કોંગ્રેસમાં લાવી ભણાવ્યો. તે વર્ષે કેપ્ટન પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડેલા અને જીતેલા. વર્ષ 1984માં સશસ્ત્ર કટ્ટરવાદીઓના મુદ્દે કોંગ્રેસ સાથે તેમના સંબંધ બગડેલા અને તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ તથા સાંસદ તરીકે રાજીનામુ આપી દીધેલું. તેમના આ નિર્ણયએ તેમને મુશ્કેલીમાં મુકી દીધા. જોકે એક વર્ષના સંઘર્ષ બાદ ઓગસ્ટ 1985માં કેપ્ટન શિરોમણી અકાલી દળમાં સામેલ થઈ ગયેલા. વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીતીને સુરજીત સિંહ બરનાલાની સરકારમાં મંત્રી બની ગયા.

આતંકવાદના આ મુશ્કેલ સમયમાં વર્ષ 1987 સમયે બરનાલા સરકારને હટાવી પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવેલું. પાંચ વર્ષ બાદ વર્ષ 1992માં અમરિંદર સિંહ શિરોમણી અકાલીદળથી પણ અલગ થઈ ગયા. ત્યારબાદ તેમણે અલગ પક્ષ અકાલી દળ (પંથિક)ની રચના કરી. જે વર્ષ 1998માં કોંગ્રેસમાં વિલિન થઈ ગયો હતો.

વર્ષ 1998માં મળી રાજકીય ઉંચાઈ
અમરિંદર સિંહને વર્ષ 1998માં રાજકીય મોરચે મહત્વની સફળતા મળેલી. કોંગ્રેસ આલાકમાને કેપ્ટનને પંજાબમાં કોંગ્રેસ સંગઠનની જવાબદારી સોંપવામાં આવેલી. ઈમર્જન્સી અને આતંકવાદના મુશ્કેલ સમયમાંથી પસાર થતી કોંગ્રેસને કેપ્ટને ફરી વખત મજબૂત કરવાનું કામ કર્યું. વર્ષ 2002માં વિધાનસભા ચૂંટણીમાં અમરિંદરના નૈતૃત્વમાં કોંગ્રેસને જીત મળી હતી.

ભટ્ટલ તરફથી કેપ્ટનનો વિરોધ
વર્ષ 2002માં કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો પ્રથમ વખત વિરોધની શરૂઆત તે સમયના નાયબ મુખ્યમંત્રી રાજિંદર કૌર ભટ્ટલે તરફથી થયો. બન્ને વચ્ચે અનેક મુદ્દે પરસ્પર ખેંચતાણ થઈ હતી. જ્યારે પંજાબ કોંગ્રેસના પ્રધાન પ્રતાપ બાજવા, શમશેર સિંહ દૂલો અને લાલ સિંહ સાથે પણ કેપ્ટનના સંબંધ સારા રહ્યા ન હતા.

નદીઓની વહેચણી મુદ્દે અડગ રહ્યા કેપ્ટન
પંજાબમાં રાજકીય મોરચાના કેન્દ્રમાં રહેલા ખેડૂતો માટે કેપ્ટન હંમેશા સહાયક રહ્યા છે. વર્ષ 2002માં સરકાર બની ત્યારબાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અનેક નિર્ણયો ખેડૂતોના હિતમાં લીધા. આ પૈકી સૌથી મહત્વનો નિર્ણય નદીઓમાંથી પાણી વહેચણીનો મુદ્દો રહ્યો છે. જોકે 2007માં કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ, જોકે ત્યારબાદ પણ હાઈકમાન્ડે કેપ્ટનને બે વખત પ્રધાન બનાવી પોતાનો વિશ્વાસ દર્શાવ્યો.

પંજાબ સાથે જોડાણ જળવાયું
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં તેમણે અમૃતસરમાંથી ભાજપના નેતા અરુણ જેટલીને એક લાખથી વધારે મતોથી હરાવ્યા. ત્યારબાદ કોંગ્રેસે કેપ્ટનની લોકસભામાં પક્ષના સંસદીય પક્ષમાં મહત્વનું સ્થાન આપ્યું, પણ અમરિંદરનું માન પંજાબમાં જ લાગેલુ રહ્યું.

દિલ્હીમાં નબળા સાબિત થયા કેપ્ટન
વર્તમાન સમયમાં પંજાબ કોંગ્રેસની સ્થિતિ માટે કેપ્ટનની દિલ્હીમાં તરફેણને નબળી માનવામાં આવે છે. દિલ્હીમાં કેપ્ટન નબળા થવા પાછળનું એક કારણ કેપ્ટનની તરફેણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ન હતા. કેપ્ટન માટે સૌથી મોટું નુકસાન સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલનું મોત હતું. આ ઉપરાંત મોતીલાલ વોરાની વિદાયે પણ કેપ્ટનને દિલ્હીમાં નબળા પાડ્યા. હવે દિલ્હીમાં નવા ચહેરાની એન્ટ્રી થઈ છે,જેને લીધે સતત સમીકરણ બદલાઈ રહ્યા છે.