• Home
  • National
  • The call came from Pakistan, saying an attack like 26/11 will happen again; Hotel security Increased patrolling in coastal areas

મુંબઈની તાજ હોટેલને ઉડાડી દેવાની ધમકી / પાકિસ્તાનથી ફોન આવ્યો, કહ્યું- 26/11 જેવો હુમલો ફરી થશે; હોટલની સુરક્ષા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો

X

  • 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં કેટલાક આતંકવાદીઓ તાજ હોટેલમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા
  • ધમકીભર્યા કોલ બાદ મુંબઇ પોલીસે તાજ હોટલની તપાસ કરી

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:15 PM IST

મુંબઈ. પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટલને ઉડાડી દેવાની ધમકીભર્યો કોલ આવ્યો છે. તેને ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસે હોટલની સુરક્ષા વધારી દીધી છે. દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

ફોન પરની વ્યક્તિએ કહ્યું કે, "કરાચી સ્ટોક એક્સચેંજ પર થયેલા આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટેલમાં 26/11 નો હુમલો ફરી એકવાર થશે." માહિતી મળતાની સાથે જ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સમગ્ર હોટલની તપાસ કરી છે. હોટલની બહાર અને ગેટ વે ઓફ ઈન્ડિયાના વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સ 'મુંબઇ વન'ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં આવતા મહેમાનો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

હોટલના કર્મચારીને વોટ્સએપ નંબર આપ્યો
ફોન કરનાર વ્યક્તિએ તેનું નામ સુલ્તાન બતાવ્યું. આ સાથે પોતાનો વોટ્સએપ નંબર પણ હોટલ કર્મચારીને આપ્યો છે. પોલીસ હવે ફોન કરનારની ડિટેલ્સ કાઢી રહી છે.

26/11ના હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા
26 નવેમ્બર 2008ના મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલામાં કેટલાક આતંકીવાદીઓ હોટલમાં ઘૂસવામાં સફળ થયા હતા.
આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ સૌથી લાંબો મુકાબલો હતો. આતંકીઓએ 7 વિદેશી નાગરિકો સહિત ઘણા મહેમાનોને બંધક બનાવ્યા હતા. તાજ હોટલની હેરિટેજ વિંગને આગ ચાંપી દીધી હતી. એનએસજી કમાન્ડો 27 નવેમ્બરની સવારે આતંકવાદીઓનો સામનો કરવા પહોંચ્યા હતા. 29 નવેમ્બરની સવાર સુધી હોટલ તાજનું ઓપરેશન ચાલ્યું હતું. લગભગ 60 કલાક ચાલેલા આ હુમલામાં મુંબઇમાં 166થી વધુ લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 28 વિદેશી નાગરિકો પણ હતા.

તાજનું નિર્માણ ગેટવે ઓફ ઇન્ડિયાના 10 વર્ષ પહેલા થયું હતું
ટાટા ગ્રૂપની ઘણી હોટલો દેશના જુદા જુદા શહેરોમાં આવેલી છે. તેમાંથી, મુંબઇમાં હોટલ તાજના નિર્માણની વાર્તા એકદમ રસપ્રદ છે. એવું કહેવામાં આવે છે કે એક વખત રતન ટાટાના પિતા જમશેદજી ટાટા બ્રિટનની મુલાકાતે ગયા હતા, ભારતીય હોવાને કારણે તેમને ત્યાંની હોટલમાં રોકાવાની મંજૂરી મળી નહોતી. ત્યારે જમશેદ જીએ નક્કી કર્યું કે તેઓ એવી હોટલો બનાવશે, જે ફક્ત ભારતીય જ નહીં, પરંતુ આખા વિશ્વના લોકો જોશે. તાજ મહેલ પેલેસ હોટલનું નિર્માણ ગેટવે ઓફ ઈન્ડિયા (1913)ના 10 વર્ષ પહેલાં 1903માં કરવામાં આવ્યું હતું. તેણે ઇન્ડિયન નેવીને રસ્તો બતાવવા માટે એક ટ્રાયંગલ પોઇન્ટનું કામ કર્યું છે. ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન તેને એક હોસ્પિટલમાં બદલવામાં આવી હતી.

પહેલી હોટલ જેમાં આખો દિવસ ચાલતી રેસ્ત્રાં 
હોટલ તાજ દેશની પહેલી હોટલ હતી જેને બાર (હાર્બર બાર) અને આખો દિવસ રેસ્ત્રાં ચલાવવા માટે લાઇસેન્સ મળ્યું હતું. 1972માં દેશમાં પહેલીવાર 24 કલાક ખુલી રહેનાર કોફી શોપ પણ અહીં જ હતી.

પહેલી હોટલ, જેમાં ઇન્ટરનેશનલ ડિસ્કોથેક
તાજ એ દેશની પ્રથમ હોટેલ હતી જેમાં ઇન્ટરનેશનલ સ્તરનું ડિસ્કોથેક હતું. જર્મન એલિવેટર્સ લગાવવામાં આવ્યા હતા. તુર્કીના બાથ ટબ અને અમેરિકન કંપનીના પંખા લગાવવામાં આવ્યા હતા.

પ્રથમ હોટેલ જેમાં બ્રિટીશ બટલર
તાજ એ દેશની પ્રથમ હોટેલ હતી જેણે બ્રિટીશ બટલર્સને હાયર કર્યા હતા. પ્રથમ ચાર દાયકા સુધી, હોટલના રસોડાઓ ફ્રેન્ચ શેફ દ્વારા ચલાવવામાં આવતા હતા. આતંકવાદી હુમલા બાદ બરાક ઓબામા આ હોટલમાં રોકાનારા પહેલા વિદેશી રાષ્ટ્રપતિ હતા.

માત્ર 10 રૂપિયા ભાડું હતું
હોટલની શરૂઆતમાં સિંગલ રૂમનું ભાડું દસ રૂપિયા હતું. પંખા અને અટેચ્ડ બાથરૂમ વાળા રૂમનું ભાડું 13 રૂપિયા હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી