• Gujarati News
  • National
  • The Bus Sank In The Flood, The Passengers Barely Getting Out Of The Bus; Landslide Kills 8, Red Alert In 5 Districts

કેરળમાં પૂરથી તબાહી:ભૂસ્ખલનમાં અત્યાર સુધી 15 લોકોના મોત, 8 ગુમ; 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

તિરુવનંતપુરમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ

કેરળમાં સતતા વરસી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે અને 8 ગુમ છે. કોટ્ટાયમ, ઈડુક્કી અને પઠાણનમથિટ્ટાના પહાડી વિસ્તારો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. ઈડુક્કીના થોડુપુઝા અને કોક્કયાર, કોટ્ટાયમના કૂટિક્કલમાં મોત થયા છે.

દરમિયાન મીનાચલ અને મનીમાલા નદીઓ છલકાઈ રહી છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ ઘણા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઘણા જિલ્લાઓમાં ડેમ તેમની સંપૂર્ણ ક્ષમતાની નજીક આવી ગયા છે. રાજ્યના પહાડી વિસ્તારોમાં ઘણા નાના શહેરો અને ગામોમાં બહારની દુનિયાથી સંપર્ક પૂરી રીતે તૂટી ગયો છે.

સેના કવાલી, કોટ્ટાયમમાં કાટમાણમાં ગુમ વ્યક્તિઓ માટે બચાવ અભિયાન ચલાવી રહી છે
સેના કવાલી, કોટ્ટાયમમાં કાટમાણમાં ગુમ વ્યક્તિઓ માટે બચાવ અભિયાન ચલાવી રહી છે
પૂરમાં ડુબેલા તિરુવનંતપુરમના વેલ્લયાની કક્કમુલ રોડ પર પોતાના પાલતૂ કૂતરાને લઈ જતો એક વ્યક્તિ
પૂરમાં ડુબેલા તિરુવનંતપુરમના વેલ્લયાની કક્કમુલ રોડ પર પોતાના પાલતૂ કૂતરાને લઈ જતો એક વ્યક્તિ

તિરુવનંતપુરમ, કોલ્લમ સહિત આ 11 ભારતીય હવામાન વિભાગે તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, અલાપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. દરમિયાન રવિવારે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)ના કેટલાક ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

વાયુસેનાના જવાન રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા
સંરક્ષણ PROએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ અને મેડિકલ યુનિટ સાથે કન્નુરના આર્મી કર્મચારીઓની ટીમ બચાવ કામગીરી માટે વાયનાડ પહોંચી છે. બેંગલુરુથી એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ ટૂંક સમયમાં વાયનાડ પહોંચશે તેવી સંભાવના છે. સેના દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 કોલમ તૈનાત કરવામાં આવી છે. રાહત સામગ્રીની સાથે નૌકાદળના હેલિકોપ્ટર મારફતે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. એરફોર્સસ્ટેશન શાંગમુઘમ ખાતે એરફોર્સના 2 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય એમઆઈ-17 પર છે.

કોટ્ટાયમ જિલ્લાના કુટ્ટિકલ ખાતે ભૂસ્ખલન થયું છે. રવિવારે અહીં બચાવ કામગીરી દરમિયાન વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા.
કોટ્ટાયમ જિલ્લાના કુટ્ટિકલ ખાતે ભૂસ્ખલન થયું છે. રવિવારે અહીં બચાવ કામગીરી દરમિયાન વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા.
કેરળમાં ભારે વરસાદને કારણે કોલ્લમ જિલ્લામાં કાલલાડામાં ઘોડાપૂર છે.
કેરળમાં ભારે વરસાદને કારણે કોલ્લમ જિલ્લામાં કાલલાડામાં ઘોડાપૂર છે.

કેરળના CM વિજયન બોલ્યા- સ્થિતિ ગંભીર
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પરિસ્થિતિને ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમને કારણે આઇએમડીએ રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની ચેતવણી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખીને કેરળના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરશે.

કેરળમાં વરસાદ બાદ પઠાનમથિટ્ટામાં મનિયાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે, તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. કન્યાકુમારી જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. અહીંના થિરપરાપ્પુ ધોધમાં પૂર આવી ગયું છે.

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેરળના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ દર્શાવવામાં આવી છે. તે સ્પષ્ટ દેખાય છે કે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને લોકો તેમાં ફસાયેલા છે. કોટ્ટયમ પણ એવા પાંચ જિલ્લાઓમાંનો એક છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો કારને ધક્કો મારીને તેને ભારે પાણીમાંથી બહાર લાવી રહ્યા છે. આ સિવાય બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં બસ ડૂબી રહી છે અને લોકો કોઈક રીતે તેમાંથી બહાર નીકળી રહ્યા છે.

કોટ્ટાયમ જિલ્લાના પ્લાપલ્લી ખાતે ભૂસ્ખલન થયું હતું. આ ઘટના બાદ 14 લોકો ગુમ છે.
કોટ્ટાયમ જિલ્લાના પ્લાપલ્લી ખાતે ભૂસ્ખલન થયું હતું. આ ઘટના બાદ 14 લોકો ગુમ છે.

નદીઓની નજીક ન જવાની સલાહ
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ નદીઓ નજીક પર્વતો પર જવાનું ટાળવું જોઈએ. આ સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ઓછા દબાણવાળા પવનોને કારણે કેરળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

2 દિવસ ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આ જિલ્લાઓમાં 17 અને 18 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ, 19 ઓક્ટોબરે વરસાદમાં થોડો ઘટાડો થઈ શકે છે. સરકારે માછીમારોને ચેતવણી આપતા શનિવારે અને રવિવારે દરિયામાં ન જવાની સલાહ આપી છે.

અન્ય સમાચારો પણ છે...