તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Bus Going Directly To Satna Plunged Into The Canal Near Rampur, Came To Exhume The Bodies Of 4 Passengers; 54 Passengers Were Aboard The Bus

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના:સાંકડા રસ્તા પરથી જઈ રહેલી બસ 22 ફૂટ ઊંડી બાણસાગર કેનાલમાં ખાબકી, 54માંથી 51 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા

ભોપાલ12 દિવસ પહેલા
મંગળવારે સવારે 7:30 વાગે બસ કેનાલમાં ખાબકી હતી. ક્રેનની મદદથી સવારે 11:45 વાગે બસને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. - Divya Bhaskar
મંગળવારે સવારે 7:30 વાગે બસ કેનાલમાં ખાબકી હતી. ક્રેનની મદદથી સવારે 11:45 વાગે બસને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.

મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. 6 લોકોનો બચાવ થયો હતો. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ સામે આવી છે.

બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાના ચાર કલાક બાદ સવારે 11.45 વાગ્યે બસ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. કેનાલની ઊંડાઈ 20થી 22 ફૂટ હોવાનું જણાવાયું છે. જે ક્ષણે અકસ્માત થયો એ સમયે પાણીનો પ્રવાહ ઝડપી હતો, તેથી મુસાફરોને સાંભળવાની તક જ મળી ન હતી. મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ હતા. આ બધા જ રેલવેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યા હતા.

કેનાલમાં ખાબકેલી બસ બહાર કાઢ્યા પછી આ હાલતમાં નજરે પડી હતી.
કેનાલમાં ખાબકેલી બસ બહાર કાઢ્યા પછી આ હાલતમાં નજરે પડી હતી.
કેનાલમાંથી મૃતદેહો બહાર કાઢ્યા બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.
કેનાલમાંથી મૃતદેહો બહાર કાઢ્યા બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.
બસ અકસ્માત બાદ મૃતકના પરિવારજનને દિલાસો આપી રહેલા લોકો.
બસ અકસ્માત બાદ મૃતકના પરિવારજનને દિલાસો આપી રહેલા લોકો.

ડ્રાઇવર બસને સાંકડા રસ્તેથી લઈ જઈ રહ્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ, 32 લોકોને બસમાં બેસાડી શકાય એમ હતા, પરંતુ એમાં 54 મુસાફરો ભરવામાં આવ્યા હતા. બસને સીધર રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું.

ઝાંસીથી રાંચી જતો હાઇવે સતના, રીવા, સીધી અને સિંગરૌલી થઈને જાય છે. અહીંનો રસ્તો ખરાબ અને અધૂરો છે. આ કારણે અહીં અવારનવાર ટ્રાફિકજામ રહે છે.

બસને લઇ જવાનો આ રસ્તો હતો, પરંતુ એ ખરાબ હોવાને કારણે ડ્રાઇવરે રૂટ બદલી નાખ્યો હતો.
બસને લઇ જવાનો આ રસ્તો હતો, પરંતુ એ ખરાબ હોવાને કારણે ડ્રાઇવરે રૂટ બદલી નાખ્યો હતો.
અકસ્માત બાદ બચાવ ટીમ ક્રેનની મદદથી બસને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
અકસ્માત બાદ બચાવ ટીમ ક્રેનની મદદથી બસને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
દુર્ઘટના બાદ બસને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ ગુમ થયેલા મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.
દુર્ઘટના બાદ બસને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ ગુમ થયેલા મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારને મધ્યપ્રદેશ સરકારે 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાંથી 10-10 હજાર રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તો મોદીએ વડાપ્રધાન રાહત કોષના પરિવારના લોકો માટે 2 લાખ અને ગંભીર રીતે ઘાયલો માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

47માંથી 42 મૃતદેહ પરિવારના લોકોને સોંપવામાં આવ્યા, 10 લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી
બાણસાગર નહેરમાંથી કાઢવામાં આવેલા 47 મૃતદેહમાંથી 42ની ઓળખ થઈ ગઈ છે. જેને તેમના પરિવારના લોકોને સોંપી દેવામાં ાવ્યા છે. જેમાંથી મોટા ભાગના યુવાનો છે, જેમની ઉંમર 30 વર્ષથી ઓછી છે. બે વર્ષના બાળકના પણ મૃતદેહમાં મોત થયા છે.

1. વિમલા દ્વિવેદી, 50 વર્ષ

2. સુપ્રિયા તિવારી, 20 વર્ષ

3. જિમેશ તિવારી, 38 વર્ષ

4. જગમોહન સાકેત, 30 વર્ષ

5. શ્યામલાલ સાકેત, 40 વર્ષ

6. હીરાલાલ શર્મા, 60 વર્ષ

7. લક્ષ્મી, 22 વર્ષ

8, અમર સાકેત, 22 વર્ષ

9. રાજેન્દ્ર દ્વિવેદી, 40 વર્ષ

10. રામસુખ સાકેત, 50 વર્ષ

11. સુશીલા પ્રજાપતિ, 27 વર્ષ

12. પિંકી ગુપ્તા, 25 વર્ષ

13. રીના તિવારી, 25 વર્ષ

14. સુમિત્રા કોલ, 35 વર્ષ

15. જગદીશ, 65 વર્ષ

16. અશોક કુમાર તિવારી, 48 વર્ષ

17. અનિલ ત્રિપાઠી, 40 વર્ષ

18. કલ્યાણ સિંહ યાદવ, 22 વર્ષ

19. કવિતા યાદવ, 25 વર્ષ

20. અનિલ કુમાર પટેલ, 24 વર્ષ

21. અથર્વ કુમાર ગુપ્તા, 2 વર્ષ

નૈકિનમાં બસ પટના પુલ પાસે કેનાલમાં ખાબકી હતી. અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ અકસ્માત અંગેની માહિતી મળતાંની સાથે જ તેમણે સીધીમાં અધિકારીઓ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.

અત્યારસુધીમાં 45થી વધુ મૃતદેહ મળ્યા છે.
અત્યારસુધીમાં 45થી વધુ મૃતદેહ મળ્યા છે.
અકસ્માત બાદ કેનાલ પર લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.
અકસ્માત બાદ કેનાલ પર લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.
મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી.
મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી.

SDRF અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમનું રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે. તરવૈયાઓની ટીમ દ્વારા પણ બચાવ કામગીરી ચાલી રહી છે. કેનાલમાં પાણીનું વહેણ ભારે હોવાને કારણે ટીમે જળસ્તર ઓછું થવાની રાહ જોવી પડી હતી. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાણીના ભારે પ્રવાહના કારણે લોકો ઘટનાસ્થળેથી દૂર તણાઇ ગયા હોય શકે છે. જોકે હાલમાં બાણસાગર ડેમથી કેનાલનું પાણી રોકી દેવામાં આવ્યું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવલ કેનાલમાં તરફ વાળવામાં આવી રહ્યું છે.

કેનાલમાથી કાઢવામાં આવેલા મૃતદેહ. થોડી બેદરકારીની સજા લોકોએ ભોગવવી પડી.
કેનાલમાથી કાઢવામાં આવેલા મૃતદેહ. થોડી બેદરકારીની સજા લોકોએ ભોગવવી પડી.

શાહનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો
મંગળવારે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીએ આવાસ યોજના હેઠળ 1.10 લાખ લોકોના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ હતો, જેમાં અમિત શાહ વીડિયો-કોન્ફરન્સ દ્વારા સામેલ થવાના હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે દુર્ઘટનાને કારણે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કલેકટર, એસપી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો