વીડિયો:આખલાઓએ દોડીને બાઇક પર સવાર મહિલાને પછાડી, જાહેરમાં લોકો વચ્ચે અફરાતફરી

15 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના બુલંદશહરનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં સિકંદરાબાદમાં બે આખલાઓ જબરા ઝઘડ્યા હતાં. આખલાઓએ રોડ પર આમ તેમ દોડાદોડી કરતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આખલાઓએ દોડીને બાઇક પર સવાર એક મહિલાને નીચે પછાડી હતી. આ પછી ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતાં અને મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. મહત્ત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર એક યુવકે તેના મોબાઇલમાં કેદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...