તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણા:આખલાને છંછેડવો ભારે પડ્યો, વૃદ્ધને શિંગડામાં ભરાવી ઉલાળીને પછાડતાં મોત

16 દિવસ પહેલા

હરિયાણામાં એક વૃદ્ધને આખલાએ શિંગડામાં ભરાવીને ઉલાળી-ઉલાળીને માર્યા હતાં. અહીં પાનીપતમાં 63 વર્ષના વૃદ્ધ દીપચંદે રસ્તા પર ફરતાં આખલાને છંછે઼ડ્યો હતો. શેરીમાં ચાલતાં આખલાને વૃદ્ધે પોતાની બે ત્રણ લાકડી મારી હતી. આખલાને છંછેડવાનું ભયંકર પરિણામ CCTV ફૂટેજમાં જોઈ શકાય છે. આખલાએ તેના શિંગડામાં વૃદ્ધને ભરાવી જમીન પર પછાડ્યા. આ પછી આખલો ત્યાંથી જતો રહ્યો અને સ્થાનિક લોકો વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં. જોકે, હોસ્પિટલમાં ડૉક્ટરોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...