ઉત્તરપ્રદેશના શૉકિંગ CCTV:આખલાએ પાછળથી ભેટું માર્યું, યુવક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો

19 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના બાગપત શહેરમાં ઘરની બહાર ઉભેલા એક યુવક ઉપર આખલાએ હુમલો કર્યો હતો. આખલાએ પાછળથી હુમલો કરતા યુવકને શિંગડામાં ભરાવી હવામાં ઉછાળી દીધો હતો. ત્યાર બાદ યુવક રોડ પર પટકાતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ યુવક ઝડપથી ઉભો થાય છે અને દોડીને પોતાનો જીવ બચાવે છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાઈરલ થયો છે.