વીડિયો:પાણી પીવા માટે ભેંસે જબરું ભેજું લગાવ્યું, જાતે ડંકી સિંચતાં ગામલોકો જોતાં રહ્યા

6 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક બુદ્ધીશાળી ભેંસનો વીડિયો સામે આવ્યો છે. અહીં કાળઝાળ ગરમીમાં ભેંસે તેની બુદ્ધી વાપરીને તરસ છિપાવી હતી. જેનો વીડિયો એક યુવકે તેના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભેંસ ડંકી પાસે ઊભી છે. ભેંસ તેના શિંગડાની મદદથી ડંકીના હેન્લમાં માથું ભરાવે છે અને ડંકી સીંચે છે. ડંકીમાંથી નીકળતું પાણી પીને પોતાની તરસ છીપાવે છે. ભેંસનો આ વીડિયો જોઈને લોકો તેની બુદ્ધીની પ્રશંસા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...