તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજના જ દિવસે 1947માં બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને આઝાદી આપવાનું એલાન કર્યુ હતું. એટલીએ પોતાના એલાનમાં કહ્યું હતું કે 30 જૂન 1948 અગાઉ ભારતને આઝાદ કરી દેવાશે. 3 જૂન 1947ના રોજ નક્કી થયું કે 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી આપી દેવામાં આવશે. આ જ દિવસે એ પણ નક્કી થયું કે આઝાદીની સાથે જ ભારતને ભારત અને પાકિસ્તાન તરીકે બે ભાગમાં વહેંચી દેવાશે.
એટલીના એલાનના છ મહિનાની અંદર જ 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી. ભારતની આઝાદીના એક દિવસ અગાઉ એટલે કે 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. એટલી 1928માં સાઈમન કમિશનની સાથે ભારત પણ આવ્યા હતા. એ સમયે તેઓ સાંસદ હતા. ભારતમાં બંધારણ સુધારાઓ માટે બનેલા આ કમિશનનો દેશમાં જોરદાર વિરોધ થયો હતો. જ્યારે એટલી આગળ જઈને બ્રિટનના વડાપ્રધાન બન્યા. તેમણે જુલાઈ 1945માં થયેલી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ કેન્ડિડેટ અને એ સમયના વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલને હાર આપી હતી. ચર્ચિલ ભારતની આઝાદીના વિરોધમાં હતા પણ એટલી વડાપ્રધાન બન્યા પછી ભારતની આઝાદીનો માર્ગ ખૂલી ગયો.
કઈ રીતે થયું દેશનું વિભાજન?
વિભાજન માટે બે અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા. એચ એમ પટેલ અને ચૌધરી મોહમ્મદ અલી. આ અધિકારીઓની નીચે પણ અનેક અધિકારી નિયુક્ત કરાયા હતા. અલી અને પટેલને બાકી તમામ અધિકારીઓ અલગ અલગ વિસ્તારોમાંથી રિપોર્ટ બનાવીને મોકલતા હતા. આ રિપોર્ટના આધારે બંને અધિકારી વિભાજનની ભલામણો તૈયાર કરતા હતા. તેને વિભાજન માટે બનેલી પાર્ટિશન કાઉન્સિલ પાસે મોકલવામાં આવતી હતી. આ કાઉન્સિલના અધ્યક્ષ હતા લોર્ડ માઉન્ટબેટન. આ જ ભલામણોના આધારે દેશની એક એક ચીજનું વિભાજન થયું.
પોપ સિંગર રિહાનાનો જન્મ
આજના જ દિવસે 1988માં પોપ સિંગર રિહાનાનો જન્મ થયો હતો. બાર્બાડોઝની રહેવાસી રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેન્ટી છે. રિહાનાના પિતા બાર્બાડોઝ, તો માતા ગુયાનાના રહેવાસી હતા. તેનું પ્રથમ આલબમ 2005માં આ્યું. પોતાના પ્રથમ બે આલબમથી જ દુનિયામાં છવાઈ ગઈ.
છેલ્લા કેટલાક સમયથી રિહાના ભારતમાં પણ ચર્ચામાં છે. વાસ્તવમાં, તે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં આવી. તેમણે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. આ પોસ્ટ પછી તે ખુદ વિવાદમાં આવી.
રિપોર્ટ્સમાં દાવો કરાયો કે ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ પોસ્ટ મૂકવા માટે તેને કેનેડાની પીઆર ફર્મે 18 કરોડ રૂપિયા આપ્યા હતા, જે ખાલિસ્તાન સમર્થક સાથે સંકળાયેલ છે. બીજો વિવાદ તેની કંપની ફેન્ટી બ્યુટીની પ્રોડક્ટ્સ અંગે છે. આ માટે જરૂરી રૉ મટિરિયલનો મોટાભાગનો હિસ્સો ભારતમાંથી જાય છે. દાવો છે કે ભારતના ગરીબ ખેડૂતોના બાળકો ખાણમાં મજૂરી કરીને આ રૉ મટિરિયલ કાઢે છે.
ભારત અને દુનિયામાં 20 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.