ઉત્તર પ્રદેશનાં હમીરપુરમાં એક કન્યાએ વરરાજાને સ્ટેજ પર તમાચા મારી દીધા હતા. વરરાજાએ કન્યાના ગળામાં હાર પહેરાવતાં જ કન્યાએ વરરાજાને ગાલ પર સતત 4 થી 5 વાર થપ્પડ મારી દીધી હતી. જે બાદ કન્યા ત્યાંથી ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા ખૂબ જ નશામાં હતો અને સ્ટેજ પર બરાબર ઊભો પણ રહી શકતો નહતો. કેટલાક લોકો એવું કહે છે કે વરરાજાના મિત્રો મજાક કરી રહ્યા હતા, જેના પર દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને વરરાજાને ઉપરાછાપરી તમાચા લગાવી દીધા હતા.
ઘટના હમીરપુરના સ્વાસા ગામની છે. વરરાજા જાલૌનથી જાન લઈને આવ્યો હતો. કન્યાએ તેને થપ્પડ મારતાની સાથે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. આ દરમિયાન કોઈએ પોલીસના આ બાબતે જાણ કરી હતી. પોલીસ બંને પક્ષને સમજાવ્યા હતા. બાદમાં ઘણી મહેનત બાદ યુવતી લગ્ન માટે તૈયાર થઈ હતી. બાદમાં બંનેનાં લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા.
લોકોએ જણાવ્યું કે જાનના આગમન બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બધા નાચી રહ્યા હતા. ત્યારબાદ વરરાજા કન્યાને હાર પહેરાવવા માટે સ્ટેજ પર જતા જ વિવાદ શરૂ થઈ ગયો. ઘટના બાબતે પરિવારનું કોઈ સભ્ય કંઈ કહેતું નથી. છોકરીનું નામ રોશની અને વરનું નામ રવિકાંત છે. લોકો કહે છે કે રોશની વર્તનથી સારી છોકરી છે. તે લોકો સાથે સારું વર્તન પણ કરે છે. વર તરફથી જ કોઈ ભૂલ થઈ હશે, ત્યારે જ તેણે તેને થપ્પડ મારી હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.