• Gujarati News
  • National
  • The Bridegroom Was Drunk, The Friends Were Joking, The Angry Bride Won The Bridegroom

દુલ્હને વરરાજાને મારી થપ્પડો, VIDEO:વરરાજા નશામાં હતો, મિત્રો કરી રહ્યા હતા મજાક, રોષે ભરાયેલી કન્યાએ વરરાજાને ઉપરાછાપરી લાફા જીંકી દીધા

હમીરપુરએક મહિનો પહેલા
  • પોલીસ બંને પક્ષને સમજાવ્યા બાદ યુવતી લગ્ન માટે તૈયાર થઈ હતી

ઉત્તર પ્રદેશનાં હમીરપુરમાં એક કન્યાએ વરરાજાને સ્ટેજ પર તમાચા મારી દીધા હતા. વરરાજાએ કન્યાના ગળામાં હાર પહેરાવતાં જ કન્યાએ વરરાજાને ગાલ પર સતત 4 થી 5 વાર થપ્પડ મારી દીધી હતી. જે બાદ કન્યા ત્યાંથી ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા ખૂબ જ નશામાં હતો અને સ્ટેજ પર બરાબર ઊભો પણ રહી શકતો નહતો. કેટલાક લોકો એવું કહે છે કે વરરાજાના મિત્રો મજાક કરી રહ્યા હતા, જેના પર દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને વરરાજાને ઉપરાછાપરી તમાચા લગાવી દીધા હતા.

જ્યારે કન્યાએ થપ્પડ મારી તો ત્યાં બેઠેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા. થપ્પડ માર્યા બાદ કન્યા સ્ટેજ છોડીને ચાલી ગઈ હતી. ખૂબ સમજાવટ પછી, કન્યા લગ્ન માટે સંમત થઈ હતી.
જ્યારે કન્યાએ થપ્પડ મારી તો ત્યાં બેઠેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા. થપ્પડ માર્યા બાદ કન્યા સ્ટેજ છોડીને ચાલી ગઈ હતી. ખૂબ સમજાવટ પછી, કન્યા લગ્ન માટે સંમત થઈ હતી.

ઘટના હમીરપુરના સ્વાસા ગામની છે. વરરાજા જાલૌનથી જાન લઈને આવ્યો હતો. કન્યાએ તેને થપ્પડ મારતાની સાથે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. આ દરમિયાન કોઈએ પોલીસના આ બાબતે જાણ કરી હતી. પોલીસ બંને પક્ષને સમજાવ્યા હતા. બાદમાં ઘણી મહેનત બાદ યુવતી લગ્ન માટે તૈયાર થઈ હતી. બાદમાં બંનેનાં લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા.

કન્યાનું નામ રોશની અને વરનું નામ રવિકાંત છે.
કન્યાનું નામ રોશની અને વરનું નામ રવિકાંત છે.

લોકોએ જણાવ્યું કે જાનના આગમન બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બધા નાચી રહ્યા હતા. ત્યારબાદ વરરાજા કન્યાને હાર પહેરાવવા માટે સ્ટેજ પર જતા જ વિવાદ શરૂ થઈ ગયો. ઘટના બાબતે પરિવારનું કોઈ સભ્ય કંઈ કહેતું નથી. છોકરીનું નામ રોશની અને વરનું નામ રવિકાંત છે. લોકો કહે છે કે રોશની વર્તનથી સારી છોકરી છે. તે લોકો સાથે સારું વર્તન પણ કરે છે. વર તરફથી જ કોઈ ભૂલ થઈ હશે, ત્યારે જ તેણે તેને થપ્પડ મારી હશે.

અન્ય સમાચારો પણ છે...